________________ વાપર્યા પછી કરવાની વિધિ 79 જે મુનિઓ હંમેશા વિધિપૂર્વક વાપરે છે અને બધા પાત્રા ધોઈને પીવે છે તેમના બધા દોષો (રોગો) દૂર થાય છે. પાત્રા ધોવાની વિધિ ગુરુનું પાત્રે ત્રણ વાર જુદુ ધોવું. બાકીના પાત્રા વિશુદ્ધિના ક્રમ પ્રમાણે ધોવા. ઓછા ખરડાયેલા પાત્રા પહેલા ધોવા, વધુ ખરડાયેલા પાત્રા પછી ધોવા. વધેલા આહારની વિધિ પ્રમાદ વગેરેના કારણે જે દોષિત આહાર વહોર્યો હોય અને જે આહાર વધ્યો હોય તેને રાખમાં ચોળીને જીવરહિત જગ્યાએ તડકામાં પરઠવવો. પરઠવવાનું કાર્ય સ્થવિર કરે, કેમકે બાલસાધુ વગેરે પરઠવે તો શાસનહીલના, જીવહિંસા વગેરે દોષો લાગે. વાપર્યા પછી કરવાની વિધિ (1) વાપર્યા પછી ઈરિયાવહિ પડિક્કમીને ચૈત્યવંદન કરે. (2) પછી ખમાસમણું આપી મુહપત્તિનું પડિલેહણ કરી વાંદણા આપે. (3) પછી પચ્ચકખાણ કરે. (4) પછી પાત્રા લુછીને ઝોળીમાં બાંધીને મૂકે. (5) પ્રમાદને લીધે ઝોળી, પલ્લા કે કપડા ખરડાયા હોય તો તેમને જયણાપૂર્વક ધોવે. (6) પાત્રા લુછવાના વસ્ત્ર (લુણા)ને રોજ ધોવે, નહીંતર નિંદા વગેરે દોષો લાગે. | સ્પંડિલભૂમિ જવાની વિધિ (1) વાપર્યા પછી ત્રીજા પ્રહરમાં અંડિલભૂમિએ જાય. કહ્યું છે કે, લઘુનીતિ-વડી નીતિ રોકવી નહીં.' (2) ઈશાન ખૂણા અને દક્ષિણ દિશા સિવાયની દિશામાં જાય.