________________ શુભાભિલાષા. પરમ પૂજ્ય પરમગુરુદેવ સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય પ્રગુરુદેવ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અને પરમ પૂજ્ય ગુરુદેવ સમતાસાગર પન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજા– આ ગુરુત્રયીની અસીમ કૃપાના બળે જ આ પુસ્તકનું સંકલન-સંપાદન શક્ય બન્યું છે. એ પૂજયોના ચરણોમાં અનંતશ વંદના. આ સંપૂર્ણ પુસ્તકમાં મારા મંદ ક્ષયોપશમના કારણે કે પ્રેસદોષના કારણે ક્ષતિ રહી ગઈ હોય તો તેની ક્ષમા યાચું છું અને બહુશ્રુત વિદ્વાનોને તે સુધારવા પ્રાર્થના કરું છું. પાલીતાણા લિ. શુક્રવાર, તા. 11-7-17 પરમ પૂજ્ય સમતાસાગર વિ.સં. 2070, પં. પદ્યવિજયજી મહારાજનો અષાઢ સુદ 14 ચરણકજમધુકર આચાર્ય વિજય હેમચન્દ્રસૂરિ