________________ જુવાનની આંખ ફરી ! 297 વીરડી સમાન છે...તારા વડે હું જીવિત પામી છું...તારે આ ઉપકાર હું કોઈ પણ રીતે વાળી શકું એમ નથી. એક તો તે મને અજગરના મુખમાંથી ઉગારી, ત્યાર પછી મને સ્વચ્છ કરીને ફળાહાર કરાવ્યા અને બાવા નિર્ભય સ્થળે આશ્રય મળ્યો. આ તારા ઉદાર હૃદયની પ્રતીતિ છે. ખરેખર, તેં એક નારીનું રક્ષણ કરીને મહાન ઉપકાર કર્યો છે.. મહર્ષિઓના તપને પણ તે તુચ્છ બનાવ્યું છે. જે નિર્દય પુરુષો પરનારીમાં પ્રીતિ રાખનારા હોય છે તે એઠું ભજન કરનારા કાગડા સમાન છે, એના જેવા હલકી વૃત્તિવાળા અન્ય કેણ હેઈ શકે ? ભાઈ, સમગ્ર પાપનું મૂળ પરનારીગમનમાં જ રહેલું છે. પરના પ્રત્યે બૂરી નજર નાખનારાના બંને ભાવ બગડે છે. પરસ્ત્રીગમન એ તે નિંદાનું સ્થાન છે, તિરસ્કારનું કારણ છે અને મતનું દ્વાર છે. જે પુરુષ કામદેવથી હરાયેલા પિતાના મનને પાછું વાળવા સમર્થ નથી તે પિતાના ધનની રક્ષા કયાંથી કરી શકે? ભાઈ, પરનારીને ભેગવનાર કદી નાકને સાગર પાર પામી શકતો નથી. નારી, વિષ, જળ, અગ્નિ અને શસ્ત્ર આ પદાર્થો સાથે રમનારાઓની કુશળતા ક્યાંથી રહી શકે? કામાંધ બનનાર પુરુષ ભારે દુઃખી થાય છે... અને મેં તો તને ભાઈ કહ્યો છે...વળી, તું મને મેતમાંથી બચાવનાર દાતા છે. હું ભોગવિલાસની ઈચ્છા વગરની છું...પછી તું મારા પ્રત્યે આવી દ્રષ્ટિ રાખે તે તારા માટે શરમજનક છે. તારે તારા ચિત્તને ક્રર ન બનાવતાં કાબૂમાં રાખવું જોઈએ. તેં મારા પ્રત્યે જે ઉપકાર છે. તે સહાય પુણ્ય આપતી રહે એવું તારે વિચારવું જોઈએ.” દમયંતીના ઉપદેશથી ભીલનું હદય એક વાર કંપી ઊઠયું.. પરંતુ માનવી જ્યારે કામને આધીન બનેલા હોય છે ત્યારે સત્ય ક અમૃત પચાવવાની તેનામાં કોઈ તાકાત રહી શકતી નથી. ભીલ જુવાન બેલ્યોઃ “સુંદરી, આવા ઉદેશ વડે શા માટે સમય બરબાદ