SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ 296 નિષધપતિ આમ છતાં દમયંતી મૌન રહી. એ ઉપકારીને કઈ રીતે ઉત્તર આપો ! દમયંતીને મૌન જઈને કામપીડાથી ચચ બનેલે ભીલ જુવાન બે, “સુંદરી, મૌનને આશ્રય લઈને શા માટે સમય બગાડી રહી છે? હું તને જરાયે દુઃખ નહિ આપું. હું સમજું છું કે તારી કાયા અતિ કોમળ છે.વળી, હું તને મારી રાણી બનાવીને અહીં રાખીશ. તું એમ ન માનતી કે હું તને અહીં પૂરી રાખીશ...ના ..ના..એ કઈ ભય તું રાખીશ નહિ. હું કેવળ તારે દાસ બનીને રહીશ........ તને મારી હથેળીમાં રમાડીશ અને તું જ્યાં સુધી પ્રીતિ રાખીશ ત્યાં સુધી તારા સુખને કઈ રોકી શકશે નહિ. હવે વિલંબ ન કર...સંશય ન રાખ અને મારી સાથે ભેગ ભેળવીને પરમ તૃપ્તિ પ્રાપ્ત કરી લે.” દમયંતી જોઈ શકી હતી કે ભીલના શબ્દોમાં અવિવેક નથી, પણ મોહ છે..તે મૌનને ભંગ કરતાં બેલીઃ “હેભાગ્યવંત, તારા શબ્દો પરથી મને સમજાયું છે કે, તું વિનયશીલ છે. હું તને કયા શબ્દમાં સમજાવું? દુર્જન કે સજજનનું ઉત્પત્તિસ્થાન માત્ર ગામ કે નગરમાં નથી હોતું. ઘણી વાર એવું પણ બને કે ગામડામાં સજજન હેય ને નગરમાં જને પણ હાય ! આવા નિર્જન વનપ્રદેશમાં હું જોઈ શકી છું કે ગમે તેવા ભલભલા રાજાને પણ છતવાને તુ સમર્થ છે. છતાં અનાથ, અબળ અને મૂઢ એવી મને રૂંધ નથી અથવા મારા પર આક્રમણ કરતું નથી....એ ખરેખર તારી સજજનતા છે. વનવાસી ભીલ આ કેમ હેઈ શકે? ખરેખર, તું ભીલ જાતિમાં મહાભાગ્યવંત અને દયાળુ છે... આવા વિટ વનમાં તારા જેવી મહાન વ્યકિતનું મળવું એ પણ ભાગ્યને રોગ જ છે....મને એમ થાય છે, ખારા જળમાં તું અત્યારે મીઠી
SR No.032775
Book TitleNishadh Pati
Original Sutra AuthorN/A
AuthorMohanlal Chunilal Dhami
PublisherNavyug Pustak Bhandar
Publication Year1979
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy