________________ રેવદૂત ઈચ્છા રાખનારને મધુર એવા મધથી તૃપ્તિ થતી નથી.” નળે વિનયપૂર્ણ અને મધુર સ્વરે કહ્યું, “હે સુંદરી, હું લેપાલને દૂત છું એ પરિચય બરાબર છે. આ હઠાગ્રહ શા માટે રાખવો જોઈએ? મારું નામ અને વંશ જાવાની ઈચછાને કઈ અર્થ નથી. શાસ્ત્ર કહે કે સજજને પિતાના મુખેથી પિતાનું નામ ન કહેવું જોઈએ. પ્રણાલિકાનો ભંગ કરવામાં હું ભીરુ હોવાથી મારું નામ નથી કહેતો... છતાં હે મુગ્ધા, તારા આગ્રહથી હું એટલું જ કહીશ કે હું ચંદ્રવંશ છું.' આ સાંભળીને દમયંતી ખિન્ન બની ગઈ...બે પળ પછી તે -એલીઃ “મહાશય, જે માનવી વાત સાંભળવાની તીવ્ર ઈચછા રાખે તે માનવીને અધૂરી વાત કહેવામાં આવે એનો અર્થ એ જ થાય કે જળપાન કરતા માનવીને અધવચ્ચે જળની ધારા અટકાવવામાં આવે અને તે માનવી તૃપ્ત ન થઈ શકે. આ રીતે વંશને પરિચય આપીને નામ છુપાવવાનું અડધી છેતરપીંડી જેવું કાર્ય આપ કેની પાસેથી -શીખ્યા ? જે રીતે વર્ષા ઋતુમાં ઘડીક દેખાડીને અદ્રશ્ય થતું ચંદ્ર વડે જેમ ચક્રવાક છેતરાય છે, તે રીતે આપનાથી મારા જેવી ભેળી કન્યા ભારે ખેક અનુભવી રહી છે. હે દેવદૂત, આપ ની વાણી ઘડીક સ્પષ્ટ, ગૂઢ અને ન સમજાય એવી જટિલ પણ છે. એટલે મારાથી આપને સ્પષ્ટ જવાબ કેમ આપી શકાય? કારણ કે કુલીન બાળાઓ પરપુરુષ સાથે વાતો કરે તે યેગ્ય ન ગણાય.” દમયંતીના આવા જવાબથી નળ જરાયે ચલિત ન થયો. મેં પ્રસન સ્વરે બોલ્યો : “હે સુંદરી, તું મને જે કંઈ પૂછીશ તેને હું સ્પષ્ટ ઉત્તર આવીશ. કારણ કે વાણું જેને વ્યવસાય છે એવા તેને બેલવાથી જ કાર્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મારા ખાતર અત્યારે ઈન્દ્ર મહારાજ ભૂમિ પર ઊભા હશે ! તારે ઉત્તર આપવામાં સંકોચ ન રાખવો જોઈએ.”