________________ નારીની વ્યથા ! છે. જે આ તરફ નજર કર. અશોક વૃક્ષોની માળા દેખાય છે ને ?" હા..અતિ મનોહર દેખાય છે.” એની પાછળ જ પડાવ છે.” કહી મહારાજ ભીમે પત્નીના હાથ પર પિતાને હાથ મૂક્યો. રથને અશ્વો વેગવંત હતા, પરંતુ પોતાની પ્રિયતમા સાથે હોવાથી મહારાજાએ સારથિને મધ્યમ ગતિએ ચલાવવાની સૂચના આપી હતી. વનપ્રદેશ અતિ સુંદર અને રળિયામણો હતો. માર્ગ જનશૂન્ય નહે...લાકે આવતા જતા રહેતા અને મહારાજાને જોઈને ભાવપૂર્વક નમન કરતા... પરંતુ ચારે તરફ નિર્ભયતાપૂર્વક વિચારી રહેલાં પશુપંખીઓ જીવતાં ફૂલ સમાં દેખાતાં હતાં. રૂપ હંમેશાં આંખને ઠારનારું હોય છે, જે રૂ૫ સાથે ગુણોને પણ સંગ હોય તે..નહિ તે એ રૂ૫ આંખને બાળનારાં થઈ પડે છે. રાણી પ્રિયંગુમંજરી અતિ રૂપવાન હોવા છતાં એનામાં અનંત ગુણોને સંગ પણ થયો હતો. તે સમગ્ર વિદર્ભની જનતા માટે પણ પ્રેરણારૂપ હતી. ધર્મપ્રેમ, ઉદારતા, દાનભાવના, સત્યનિષ્ઠા,પતિભક્તિ, શીયળરૂપી સંપત્તિ, વગેરે ગુણે વડે મહારાણી પ્રિયંગુમંજરી મહારાજા ભીમના હૃદય સિંહાસન પર બિરાજમાન બની શકી હતી. આજ મહારાજા સૈનિક શિબિરના નિરીક્ષણ નિમિત્તે જતા હતા ને મહારાણી પણ મહારાજની ભાવનાને વધાવી લઈને સાથે આવ્યાં હતાં. નગરીથી પાંચ કેસ દૂરના શ્રી શંખહંદ સરોવર પાસેના મેદાનમાં છેલ્લા પંદર દિવસથી સૈનિક શિબિરનું આયોજન થયું હતું. હજુ બીજા ત્રીસ દિવસ પર્યત સૈનિક શિબિરનું આયોજન ચાલુ રહેવાનું હતું. સૈનિક શિબિરમાં સૈનિકોને તાલીમ આપવામાં આવતી હતી. મહારાજા ભીમની આણ સમગ્ર દક્ષિણ ભારતમાં વની રહી હતી. ન હોવા છતાં એન પ્રેરણારૂપ , પણ થયો હતો. તે