________________ નિધપતિ એ ગીતમાં માત્ર મનુષ્ય નહિ, સચરાચર જીવસૃષ્ટિ પણ વિભોર બનીને નાચી રહી હતી. આવી સુખદ વસંત વિશ્વ પર વિહરી રહી હતી. સૂર્યોદય કયાર થઈ ગયા હતા, પરંતુ હજી દિવસને પ્રથમ પ્રહર સમાપ્ત નહોતે થે. વિદર્ભ દેશની રાજધાની કુંડિનપુરથી સૂર્યોદય પહેલાં નીકળેલ એક સુવર્ણજડિત રથ અત્યારે વનપ્રદેશ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો અને પોતાના ઘર્ઘર ધ્વનિ વડે વાતાવરણને મુખરિત કરી રહ્યો હતો. રથ સુવર્ણનો હતો, પરંતુ એમાં જડેલાં વિવિધ રત્નો ઝળહળી રહ્યાં હતાં અને ચારેય તેજસ્વી અશ્વો મદભરી ચાલે જતા હતા.' રથ ખુલ્લો હતો. આગળની બેઠક પર એક કુશળ સારથિ બેઠો હતું. વચ્ચે ધ્વજદંડ શોભતો હતો, એ ધ્વજદંડ પર કેસરી રંગની ધ્વજા વસંતને પ્રતીક સમી લહેરાઈ રહી હતી. પરંતુ રથની પાછલી બેઠક પર બેઠેલાં મહારાજા ભીમ અને મહારાણી પ્રિયંગુમંજરી..કામદેવ અને રતિ સમાં શોભી રહ્યાં હતાં. - રાજા ભીમે ખભે ધનુષ્ય અને તુણીર ભરાવ્યાં હતાં. એમના કંઠમાં સૂર્યાસમાં તેજસ્વી વજનો કઠે શોભી રહ્યો હતો. તેના ઉપર એક પુષ્પમાળા મૂલતી હતી...વિવિધ રોથી શોભતા બાજુબંધ ભારે તેજોમય જણાતા હતા. અને મસ્તક પર મુગટ જાણે પચરંગી રત્નોનો સમૂહ ન હોય ! પરંતુ એ કરતાં યે પ્રિયંગુમંજરી અતિ સુંદર જણાતી હતી તેણે ધારણ કરેલા અંલકારે, ચંપાઈ રંગનું ઉત્તરીય વસંતરાણીનો જ ભાસ કરાવી રહ્યાં હતાં. રાણીએ પોતાના સ્વામીના પગ પર હાથ મૂકતાં કહ્યું: “મહારાજ, આપ કહેતા હતા કે, પડાવ માત્ર પાંચ જ કેસ દૂર છે...” હા પ્રિયે, હવે આપણે અર્ધ ઘટિકામાં પહોંચી જઈશું.