________________ 56 મેહત્યાગાષ્ટક અશુદ્ધ પરિણામરૂપ મેહની “નૃપ” એવી સંજ્ઞા છે, તે મેહ રાજાને "" “મમ” “હું” અને “મારું” એ માત્ર જગતના જીને અંધ કરનાર છે, જગતના જ્ઞાનરૂપ ચક્ષુને રોકનાર છે. સ્વરૂપના અજ્ઞાનથી ઉન્માદ થવો તે “યહૂં', પરભાવને કરવામાં કર્તાપણુરૂપ અભિમાન તે ગર્દભાવ છે. સર્વ સ્વરૂપ દ્રવ્યથી ભિન્ન એવા પુદ્ગલ અને જીવાદિ પદાર્થને વિશે “આ મારું છે એ મમત્વને પરિણામ મમ કાર છે. હું અને મારૂ” એ પરિણામ વડે સર્વ પરવસ્તુને પિતાની કરેલી છે. આ મેહથી થએલે અશુદ્ધ અધ્યવસાય છે અને તે મેહને પ્રગટ કરનાર છે. શુદ્ધ જ્ઞાનાંજન રહિત છને અબ્ધ કરનાર એટલે સ્વરૂપને અવેલેકન કરવાની શક્તિને નાશ કરનાર છે. જે આજ મન્ન નકારપૂર્વક હોય તે. તે " હું , મમ ' હું નથી અને મારું નથી–એ વિરોધી મન્ચ મેહને પરાજય કરનાર થાય છે. આ જે પરભાવે છે તે હું નથી તેમ આ પરભાવે મારા નથી, આ તે બ્રાન્તિ છે. હવે વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન થવાથી હું પરવસ્તુને સ્વામી નથી કે પરભાવ મારા નથી. એ સંબધે કહ્યું છે કે - - "एगो हं नत्थि मे कोइ नाहमन्नस्स कस्सइ / एवं अदीणमणसो अप्पाणमणुसासह // एगो मे सासओ अप्पा नाणदंसणसंजुओ। सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा // संजोगमूला जीवेण पत्ता दुक्खपरंपरा। तम्हा संजोगसंबंधं सव्वं तिविहेण वोसिरे / /