________________ જ્ઞાનસાર चारित्रं स्थिरतारूपमतः सिद्धेष्वपीष्यते। यतन्तां यतयोऽवश्यमस्या एव प्रसिद्धये // 8 // ગની સ્થિરતારૂપ ચારિત્ર છે, એ હેતુથી સિદ્ધને વિશે પણ કહ્યું છે, માટે હે યતિઓ ! આજ સ્થિરતાની પ્રકષ્ટ-પ્રરિપૂર્ણ સિદ્ધિ માટે અવશ્ય પ્રયત્ન કરે. સિદ્ધમાં સર્વ આત્મપ્રદેશની સ્થિરતા એ સિદ્ધા- નરસિદ્ધ છે, પણ સિદ્ધોમાં ચારિત્ર નિષેધ્યું છે તે ક્રિયારૂપ ચારિત્ર સમજવું. સિદ્ધમાં જે ભાવ હોય તે જાતિસ્વભાવ ગુણ કહેવાય, એવી સ્થિરતા છે, તે માટે સર્વ પ્રકારે તેની સિદ્ધિ કરવી એ ઉપદેશ છે. ચારિત્ર સ્થિરતારૂપ છે, આ કારણથી સકલ કર્મથી મુક્ત થએલા સિદ્ધાત્માને વિશે પણ ચારિત્ર હોય છે. ભગવતી સૂત્રમાં સિદ્ધોને ચારિત્રને અભાવ કહ્યો છે તે ક્રિયા– ગની પ્રવૃત્તિરૂપ ચારિત્ર સમજવું, પણ જે સ્થિરતારૂપે ચારિત્ર છે તે વસ્તુને ધર્મ હોવાથી અવશ્ય હોય છે. એ પ્રમાણે પ્રજ્ઞાપના, તત્વાર્થ અને વિશેષાવશ્યકાદિ ગ્રન્થમાં સ્પષ્ટ વ્યાખ્યા કરી છે. કારણ કે આવરણના અભાવમાં આવરણ કરવા યોગ્ય ગુણ પ્રગટ થાય છે, તેથી જેનો ચારિત્રમોહ ગયેલ છે તેને ચારિત્ર પ્રકટ થાય છે, માટે સિદ્ધોને પણ સ્થિરતારૂપ ચારિત્ર હોય છે. એવી સ્થિરતા સાધવા યોગ્ય છે. પ્રથમ સમ્યગ્દર્શનવડે 1 ચારિā=ચારિત્ર. રિચરતાપં સ્થિરતારૂપ. સતત એ હેતુથી. વિપુ=સિદ્ધોમાં. પિકપણ રૂશ્ચ=ઈચ્છાય છે, માનવામાં આવે છે. ચતા =હે યતિઓ ! ગા=આ સ્થિરતાની. જીવ-જ. વલયે પરિપૂર્ણ સિદ્ધિને માટે. ગવરયં અવશ્ય. ચતતામ્યત્ન કરો.