________________ સ્થિરતાષ્ટક wwww wwww પ દ્રવ્યક્રિયા અસતી સ્ત્રીની પેઠે હિતકારી કહેલ નથી. જેનેની દ્રવ્યકિયા ભાવધર્મસહિત કે ભાવની ઈચ્છાવાળી જ પ્રશંસનીય છે, ભાવધર્મની ઈચ્છારહિત કિયા બિલાડીના સંયમના જેવી છે. તાત્વિક રીતે કરાતી વ્યક્રિયા કેટલાએકને પરં. પરાએ ધર્મના હેતુરૂપે થયેલી છે, પરંતુ તે દેવાદિસુખની તથા આ લોકને યશ વગેરેની અભિલાષા રહિતને જ ભાવધર્મનું કારણ થાય છે, પરંતુ લોકસંજ્ઞાએ પ્રવૃત્તિ કરનારને થતી નથી. માટે તત્વસ્વરૂપની સન્મુખ થઈને આત્મધર્મની સાથે તન્મયતા કરીને ચિત્તને સ્થિર કરવું. अन्तर्गतं महाशल्यमस्थैर्य यदि नोधृतम् / क्रियौषधस्य को दोषस्तदा गुणमयच्छतः॥४॥ જે હૃદયમાં રહેલા મહાશલ્યરૂપ અસ્થિરપણું દૂર કર્યું નથી, તો પછી ગુણ નહિ કરનાર ક્રિયારૂપ ઔષધને શે દોષ છે? શલ્ય અતર્ગત હોય તે ઔષધ ગુણકારક ન થાય તે ઔષધને દોષ નથી, પણ શલ્યને દોષ છે. માટે શલ્ય કાઢવું જોઈએ. ચિત્તમાં મહાશલ્યરૂપ પરભાવને અનુસરનાર, પરભાવને પ્રાપ્ત થએલ ચેતના અને વીર્યની પરિણતિરૂપ અસ્થિરતા છે, એથી આત્મપરિણતિને પિતા પોતાનું કાર્ય નહિ કરવામાં પર 1 અન્તતં અંદર રહેલુ. મરચુંમોટું સાલ. મૌર્ય અસ્થિરપણું =જે. ૩ષi=બહાર કાઢેલું, દૂર કરેલું. ન=નથી તા=ો. ગુi=ફાયદ, લાભ. છત: નહિ આપનાર. કિૌષધ=ક્રિયારૂપ ઔષધને. =શે. રોઃ =દોષ.