________________ સંગ્રહ, ત્રેવીસમી [217 મહેલ કે મુસાફરખાનું? હું કંઈકની ધર્મશાળામાં ઉતરેલ મુસાફર છું. એક ફકરને અંગે બન્યું. પાદશાહના મહેલમાં વગર પૂછયે ઉતારે કર્યો છે. પાદશાહ આવ્યો. અરે....મુસાફર ! મુસાફરખાના માફક ઈધર કે નિશ્ચિત સે રહા હૈ? ફકીરે કહ્યું-એ ભી મહેલ નહીં હૈ, મુસાફરખાના હે રાજા કહે-મુસાફરખાના બહાર છે, યહ તે રાજમહેલ હે. ફકીરે કહ્યું-આપ મુસાફરખાના કીસકુ કહતે હૈ? રાજાએ કહ્યું- મુસાફીર ધુમતા આવે, ડેરે, ઔર ચલા જાય” ફકીરે કહ્યું–“તે ઈસી મહેલમેં તુમેરા વડા આયા થા, રહા, ઔર ચલે ગયે! તુમ ભી ચલે જાયેગા! ફિર તુમેરા લડકા આયગા! મુસાફરખાના ઔર મહેલમેં ક્યા ફરક હે !" - જેમ રાજ્યમાં નિકાસની પ્રતિબંધી થાય છે તેમ ભવને અંગે જે મેળવીએ છીએ તે વસ્તુ નિકાસની પ્રતિબંધીવાળી છે. કંચન, કામિની, કુટુમ્બ અને કાયા–આ ચારે ચા મેળવવા માટે રાતદિવસ મહેનત કરીએ છીએ, તે નિકાશના પ્રતિબંધવાળી વસ્તુઓ છે. અબજો રૂપીયા હેય પણ એક રૂપીયો લઈ જવા માંગીએ તો સાથે ન લઈ જઈ શકાય. હજારે સ્ત્રીઓમાંથી એક પણ સ્ત્રીને સાથે ભવાંતરમાં ન લઈ જઈ શકાય. ચારે ચીજો પ્રતિબંધવાળી છે. રાજ્યમાં રહીને ચાહે જેટલું આપે અને ત્યે બહાર નહિં લઈ જવાય. આ ચારે ચીજો ભવના નિકાશની પ્રતિબંધવાળી છે. નિકળવા માગે તે વખતે એક પણ ચીજની નિકાશ ન કરી શકે. હે પાદશાહ ! આમાં તું કેમ રાચે છે? આ મહેલ પણ મુસાફરખાનું છે. મહેલ કહે, ઘર કહે, હવેલી કહે, એ બધાં આ જીવના માટે મુસાફરખાનારૂપ છે. આ દૃષ્ટિ આવે ત્યારે મનુષ્ય