________________ જ્ઞાસાર 33 શ્રમણ નિર્ગસ્થ અસુરકુમાર દેના સુખને ઓળંગી જાય છે. ચાર માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રન્થ ચન્દ્ર અને સૂર્ય સિવાયના ગ્રહગણ, નક્ષત્ર અને તારારૂપ તિષિક દેના સુખને ઓળંગી જાય છે. પાંચ માસના પર્યાયવાળે શ્રમણ નિર્ચન્થ ચન્દ્ર અને સૂર્યરૂપ તિષિક દેવના સુખને ઓળંગી જાય છે. છ માસના પર્યાયવાળે શ્રમણ નિગ્રંથ સૌધર્મ અને ઈશાન દેવેના સુખને ઓળંગી જાય છે, સાત માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ સનકુમાર અને મહેન્દ્ર દેવના સુખને ઓળંગી જાય છે. આઠ માસના પર્યાયવાળે શ્રમણ નિર્ચન્થ બ્રહ્મલોક અને લાન્તક દેવોના સુખને, નવ માસના પર્યાયવાળે શ્રમણ નિર્ચસ્થ મહાશુક અને સહસાર દેના સુખને, દસ માસના પર્યાયવાળો શ્રમણ નિર્ચન્થ આનત, પ્રાકૃત, આરણ અને અશ્રુત દેના સુખને, અગિયાર માસના પર્યાયવાળે શ્રમણ નિગ્રંથ પ્રવેયક દેવના સુખને, અને બાર માસના પર્યાયવાળે શ્રમણ નિન્ય અનુત્તરૌપપાતિક દેના સુખને એળંગી જાય છે. ત્યારબાદ સંવત્સર પછી શુક્લ–વિશુદ્ધ, અભિન્ન ચારિત્રવાળા, અમત્સરી, કૃતજ્ઞ, સદારંભી, હિતાનુબન્ધી (નિરતિચાર ચારિત્રવાળો), શુક્લાભિજાત-પરમશુકલપરિણામવાળ, અકિચન, સદાગમ વડે વિશુદ્ધ થઈને સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, નિર્વાણ પામે છે અને સર્વ દુબેને અન્ત કરે છે. એ સંબધે કહ્યું છે કે