________________ દેશના 144] દેશનાતેમાં શું વળે? પિપટને રામ શીખવ્યું પણ રામની મૂર્તિ ઉપર વિષ્ટા કરી બેસે ! સપનાં સાધન ઉપર લક્ષ્ય ન આપીએ અને સંપ સારો કહ્યા કરીને તેમાં શું વળે? સંપ સર્વાનુમતે પસાર થાય તેવી ચીજ, પણ તેનાં કારણને અંગે જાણવાપણું ને પ્રવૃત્તિને અંગે દૂર રહેલી ચીજ. તેમ જ્ઞાનને પાસ કરવામાં બહમતિની ચીજ નથી. વગર હરીફાઈએ સર્વાનુમતિએ જ્ઞાન પાસ થાય, તેવી ચીજ. જ્ઞાનનાં સાધનોને ખીલવવા. જ્ઞાનના ક્યા સાધન ! કેટલા ખીલવ્યા? તેને અંગે વિચાર કરીએ તે ? જ્ઞાન શબ્દ સર્વાનુમતિએ પાસ થનારે પણ જ્ઞાનનાં સાધને અને તેને અમલ કરવાની વખતે કેટલા ટકા રહે છે? જ્ઞાનનું મુખ્ય સાધન સાહિત્ય. સાહિત્ય દ્વારા જ જ્ઞાન મેળવી શકાય છે. તે સાહિત્યને જ્ઞાનનું સાધન ગયું. જ્ઞાન સાધ્ય રહ્યું. સાહિત્ય સાધન. સાધન મળ્યું. એટલે સાધ્ય આપોઆપ થવાનું. દરેક કાર્યને અંગે ઈચ્છા તેને સાધન માન્યું છે. નીતિકારે કહે છે કે રોગ થાય છે, તેની ઈચ્છા નથી છતાં કાર્ય કેમ બન્યું ? ઈચ્છા તે સારા કાર્યની સામગ્રી માટે છે. સારા કાર્યને અંગે ઈચ્છા જરૂરી પણ સર્વ કાર્યને અંગે ઈચ્છા જરૂરી નથી, પણ સામગ્રી જરૂરી છે. સામગ્રી ન મળે તે ઈચ્છા છતાં પણ કાર્ય ન થાય, તેમ જ્ઞાન સાધ્ય સાધવું હોય તે સાહિત્યરૂપી કારણે જરુર મેળવવાં પડશે, નહીંતર જ્ઞાનરૂપી કાર્યની સિદ્ધિ થવાની નથી. અનંતર અને પરંપર બે પ્રકારના કાર્યો હાય. બીજ વાવ્યું. અંકુર છોડે થયે પણ દાણ કયારે? વચમાં ફળની પરંપરા છે. સાહિત્યરૂપી કારણથી જ્ઞાન પ્રાપ્ત થાય તે તે અંકુર સમજવું, ફળ નહીં. સાધ્યમાં લક્ષ્ય ન રહે તે? શાસ્ત્રોને ભણને મૂર્ખ રહેવાના. વેદી પંડિતનું સાંભ