________________ સંગ્રહ. સેમી [143 તે જ્ઞાન આવવાથી આવે છે. સમજદાર હોય તેને બુદ્ધિ શિખામણ અલ મળવું એમ થાય છે. તેમજ તે મગ્ન રહે. હંસ કયાં મગ્ન રહે ? શાંતિથી કયાં રહે ? માનસ સરેવરમાં મગ્ન રહે. ખાબોચિયાં કે મેલામાં હંસ, મગ્ન ન રહે. જેઓ હંસ જેવા ઉત્તમ હોય, પુણ્ય-પાપના વિવેકને જાણવાની ઈચ્છા હોય, તેવા જ્ઞાનમાં જ લીન રહે. તેનું સાધન કયું ? સેંકડે માણસે જ્ઞાનને વખાણનારા, એકપણ જ્ઞાન સારું નથી એમ નહીં કહે. સારું કહ્યું મળી જાતું નથી. સંપનાં ત્રણ કારણે. - સાધને એકઠાં કરીએ તે મળે. સંપ સારો કે કુસંપ સારે ? તેમ પૂછવાથી સંપ સાર એમ જ જવાબ મળશે. સંપ પાસ કરવામાં બહુમતિની જરૂર ન પડે. વગર હરિફાઈએ ચુંટાઈ જાય. બીજી વખતે મત લઈએ કે સંપના કારણે ક્યાં, ને તેને અમલ કેટલે તું કરે છે? ત્યારે કારણે દર્શાવવામાં સેંકડે 10 ટકા નહીં આવે. અમલ કરતી વખતે એક ટકે પણ નહીં નીકળે. ત્રણ વસ્તુ વગર સંપ ઉત્પન્ન થતું નથી, ટક્ત કે વધતું નથી. કઈ ત્રણ વસ્તુ ? સાવચેતી રાખવી, ગાંઠ બાંધવી નહીં. વખત મને વિસા નહીં. આપણે કેઈના અપરાધમાં આવવું નહીં. કોઈના અપરાધ–નુકશાનમાં આવવું નહીં, નુકશાનકારક માર્ગે ન જવું, તે સાવચેતી રાખવારૂપ પ્રથમ રસ્તે. આપણને કેઈ નુકશાન કરે તેની ગાંઠ ન બાંધવી, એ સંપને બીજે રસ્તે, ઉપકારને વખત આવે તે વિસરે નહીં, તે સંપને ત્રીજે રસ્તે. આપણું વર્તનમાં આપણે સાવચેતી ન રાખીએ, કેઈએ કરેલ નુકશાન ખમી ખાઈએ નહિ અને કેઈના ફાયદામાં વર્તીએ નહીં, અને સંપ સંપ સંપ કરીએ