________________ 130] દેશના દેશનાકાપ્યું તે કાપ્યું પણ કાપીને હાથમાં આપ્યું. તેને થયું કેરાંડ જાતે મને ઠગે. 14 રાજાની સમક્ષ એને આંગણે ઠગે. હવે અંદરના દ્વેષને પાર રહે ખરે? માલ લીધે, મતા લીધી, અંતે તાળી આપી દીધી. કહે કેટલી દાઝ ચડે ? ઠગાઈમાં કેટલી બાકી રહી? આ સ્થિતિમાં ચંડપ્રદ્યોતન પાછો જાય તે દુનિયામાં કેટલે ફીટકાર? કેમ મૃગાવતીને લઈ આવ્યાને? શેરીનું છીનાળું શેરીવાળા જાણે, પણ આ તો દેશદેશનું છીનાળું ! જેટલી જગે પર જાહેરાત તેટલી જગા પર નાકકટ્ટી. ચંડપ્રદ્યોતને ચારે બાજુ ઘેરો ઘાલ્યો. મૃગાવતીને જુએ તે વખતે શું થાય? એવામાં મહાવીર ભગવાન ત્યાં સમેસર્યા. મૃગાવતીને ખબર મળ્યા દરવાજા ખોલ્યા ને મૃગાવતીજી સપરિવાર બહાર નીકળ્યા. ચંડપ્રદ્યોતનને વાત પહોંચાડી કે–મૃગાવતી સમેસરણમાં જાય છે. ચંડપ્રદ્યતન પણ શ્રાવક રાજા છે, તેથી વિચારે છે કે- અત્યારે તે મૃગાવતી આત્માનું હિત કરવા જાય છે, તેમાં આડા ન પડાય.’ નાક કાપીને હાથમાં આપ્યું છે, તેવી તે મૃગાવતીને દેખતાં છતાં તેને અડકાયું નહીં. ચંડપ્રદ્યોતન પણ સાંભળવા સમેસરણમાં આવ્યો. મૃગાવતીને તે દેશના સાંભળી દીક્ષા લેવી છે. દેશના સાંભળ્યા બાદ મૃગાવતીએ ઊભા થઈ પ્રભુને કહ્યુંભગવાન ! આ ચંડપ્રદ્યોતનની રજા માગું છું. મારે દીક્ષા લેવી છે, હું ચંડપ્રદ્યોતનની રજા માગું છું. વિચારે, આ સાંભળીને હવે ચંડપ્રદ્યોતનના મનમાં શી સ્થિતિ હશે ? કે પ્રેમ-દ્વેષ? કેવી સ્થિતિ? છતાં વિચાર આવ્યો કેદીક્ષા લેતાં કેમ રેકાય? તેનું હિત થતું હોય તેમાં આડા ને અવાય. તેણે ત્યાં ને ત્યાં મૃગાવતીને રજા આપી. મૃગા