________________ જ્ઞાનસાર છતાં દાનાદિ લબ્ધિઓ અને ચારિત્રનો અભાવ હોય તે ક્ષીણમહાદિ ગુણસ્થાનકે ચારિત્રાદિના અભાવને પ્રસંગ થાય, તેથી તેમના મતે સિદ્ધ અવસ્થામાં ચારિત્રાદિને સદુભાવ હોય છે. ચારિત્ર ચારિત્રમેહનીય કર્મથી ઢંકાયેલું છે અને તે તત્ત્વશ્રદ્ધા-સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન વડે પૂર્ણનન્દની ઈચ્છાનો આવિર્ભાવ અને પશ્ચાત્તાપાદિથી ક્ષયોપશમાવસ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે ચારિત્રમોહનીય કર્મના ઉદયપ્રાપ્ત પુદ્ગલેને ભેળવીને ક્ષય કરવાથી અને ઉદયમાં નહિ આવેલા પુદ્ગલેના ઉપશમ-ઉદયનો નિરોધ કરવાથી તથા કેટલાએક પુદ્ગલેને પ્રદેશદય રૂપે વેદવાથી ચારિત્રગુણના અંશે પ્રગટ થાય છે. તેમાં સવથી હીન સંયમસ્થાનકે સર્વાકાશના પ્રદેશથી અનન્તગુણું ચારિત્રના પર્યાયે પ્રગટ થાય છે, તે પ્રથમ સંયમસ્થાનક છે. ते कतिया पएसा सव्वागासस्स मग्गणा होइ ? / ते तत्तिया पएसा अविभागाओ अणंतगुणा / ચારિત્રના કેટલા પ્રદેશ-પર્યાય છે? સવ આટાશની માગણ થાય છે. સર્વ આકાશના પ્રદેશને અનન્તગુણ કરતાં જેટલા પ્રદેશે થાય તેટલા તેના પર્યાય છે. 1 बार कषाय क्षय उपशमे जी सरवविरतिगुणठाण / तेना आदिमठाणमां जी पर्यवर्नु परिमाण / / सरवाकाश प्रदेशथी जी अणंतगुणा अविभाग / हत्कल्पना भाप्यमां जी भाषे तुं महाभाग // संयमणि दाळ 1 गा० 4-5