________________ ચારિત્રવંત સાધુને માસાદિક ચારિત્ર પર્યાયની વદ્ધિ થવાથી ચિત્તસુખની પ્રાપ્તિરૂપ તેલશ્યાની વિશેષ વૃદ્ધિ ભગવતીસૂત્ર પ્રમુખ ગ્રન્થને વિષે કહી છે તે આવા પ્રકારના કર્મે કમે જ્ઞાનમગ્ન હોય તેને ઘટે છે, બીજા જે મન્દસંવેગી હોય તેને એ ભાવ ન હોય, (તે સંબધે ભગવતીસૂત્રને પાઠ વગેરે અને તેનો અનુવાદ, આ લોકની ટીકાના અનુવાદમાં આવેલો છે માટે, અહીં આપવામાં આવ્યો નથી). | તેજલેશ્યા-સ્વાભાવિક જ્ઞાનાનન્દના આસ્વાદરૂપ ચિત્તસુખની પ્રાપ્તિ, તેમાં મુનિઓને જ્ઞાનાનન્દના અનુભવથી ઉત્પન્ન થએલ ચિત્તસુખની પ્રાપ્તિરૂપ તેજલેશ્યા હોય છે. તે ચિત્તસુખની વિશેષતઃ વૃદ્ધિ નિગ્રંથ સાધુને માસ–વર્ષ વગેરે ચારિત્રપર્યાયની વૃદ્ધિ થવાથી થાય છે, તે ભગવંતે પાંચમા અંગ ભગવતીસૂત્ર વગેરે ગ્રન્થમાં કહી છે, તે નિર્મલ સુખના અનુભવરૂપ ચિત્તસુખની વૃદ્ધિ આવા પ્રકારના આત્મજ્ઞાનનિમગ્ન અને રાત્રયની એકતામાં રમણ કરનાર મુનિને ઘટે છે, તે સિવાયના બીજા મન્દસંવેગીને ઘટતી નથી. અહીં પ્રારંભમાં પ્રથમ સંયમનું સ્વરૂપ દર્શાવાય છે. આત્મામાં ચારિત્ર નામનો ગુણ અનઃ પર્યાય સહિત અનન્ત અવિભાજ્ય અશાના સમુદાય રૂ૫ છે. વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે “દાનાદિ પાંચ લબ્ધિઓ અને ચારિત્ર સિદ્ધને પણ હોય છે, કારણ કે તેનું આવરણ કરનાર અન્તરાયકર્મ અને ચારિત્રાવરણ-મેહનીય કર્મને સિદ્ધને વિશે અભાવ છે. આવરણરૂપ કર્મનો અભાવ હોવા