________________ દેશના દેશનામિથ્યાત્વી કહે છે અને જેનદર્શને જ સમ્યક્ત્વ વાળું કેમ? સમ્યક્ત્વને સીધે અર્થ તે “સાચું અને સારું છે ને? એટલે સારા સાચાવાળા તમે જ છે એમ બતાવવા સાથે બીજાને ખરાબ શબ્દ ન કહેવે તેને રસ્તે કાઢયે. અજ્ઞાન બાઈને પૂછે કે–તારે બાળક કેટલા? પરમેશ્વરે બે આપ્યા છે. પણ જેને નથી તેને પરમેશ્વરે નથી આપ્યા તેનું શું? તેની ઉપર પરમેશ્વરે કફ નજર કરી છે ને? અર્થાપત્તથી આવતા તે અને ભલે ન બોલે, પણ આપે આપ એજ અર્થ સિદ્ધ છે, કે–જેને બાળક નથી આપ્યા તેની ઉપર પરમેશ્વરની કફ મરજી છે, તેમ જ માનવું પડે. આ બોલવાવાળા અજ્ઞાની પુરુષે પરમેશ્વર ને જાળમાં જકડી લીધે. પરમેશ્વરનું કામ આ ને? ઊડે વિચાર ન કર્યો. જંગલીમાં જંગલી એવું કઈ નથી કે–સાત વર્ષની અંદરના બાળકે કાર્ય કર્યું હોય તેને ગુનાહિત કહી સજા કરે. ઈશ્વર ગર્ભમાં મારે. ત્યાં પણ તેની સજા ચાલે. જન્મતાં તેની સજા ચાલે, જન્મતાં લુલા-લંગડાં–બહેરાં–આંધળાં થાય તે પરમેશ્વરની દયાળુતા કઈ? પરમેશ્વર, આપણાં કર્મ પ્રમાણે તે બધું કરે છે, તેમ માનીએ તે તાજાં કર્મને પરમેશ્વર ગુનાહિત નથી ગણતા ને તેથી તેની અહિં તુરત સજા નથી કરતા. બે વર્ષના છોકરાએ ચપુ માર્યું તેની ફરિયાદ કઈ કરે છે? કહે સાત વર્ષમાં કાર્ય થઈ પણ જાય તેને સરકાર ગુનાહિત કાર્ય ગણ સજા કરવા તૈયાર નથી. માણસ અજ્ઞાનતા અણ સમજને લાભ આપે છે. તે જગા પર ઈશ્વર અણસમજને પણ લાભ નથી આપતે. ઈશ્વર કર્મનું ફળ આપે છે તેમ માની લઈએ તે જીવને તે કર્મની જવાબદારી જોખમદારી રહેતી જ નથી, સ્વભાવે રૂપ મળે છે, તેમાં પ્રશ્નને અવકાશ નથી. માત-પિતા