________________ 72] દેશના દેશના દપ્રિયેની આધીનતા. એક મનુષ્યને ઉધરસ થઈ છે. આખી રાત ઉજાગરે થાય છે. વૈદ્યને બતાવ્યું. વૈધે કહ્યું “ઉધરસ સખત છે. તેલ મરચાને અડવું નહિં. તેલને લેપ સરખો પણ ન લે, દરદીને અને કુટુંબીઓને તે વાત સાચી લાગી. પોતે તેલ મરચું ખાવાનું નુકશાન સમ છે. ન ખાવું તેવા નિશ્ચયમાં આવ્યો છે પણ ક્યાં સુધી? જમવા બેસે ને ફીકું લાગે ત્યાં શું થાય? માબાપ અને જેડેવાળા રેકે, મને કહે કે ખેટું થાય છે, છતાં કેમ નથી રહેવાતું ? વૈદ્યને વેરી જે ગણવામાં આવે છે. તમારા રેગને હઠાવવા માટે, રેગની વૃદ્ધિ અટકાવવા માટે, ચરી પળાવવાવાળ વૈદ્ય દુશમન જેવું લાગે છે? મારી વાલી ચાર આંગળની દલાલણ જીભ દાટ વાળી દે છે. વેચનાર અને લેનાર આ હાથ અને પેટ, વચમાં દલાલણ જીભ, તેણે વચમાં દાટ વાળ્યો. ઉધરસ થઈ હોય છતાં તેલ મરચાં તરફ દોર્યો. તમે જીભના ગુલામ થયા. તમે જીભના માલિક કે જીભ તમારી માલિક? દુનિયાદારીથી જીભ તમારી ગણાય, પણ આપણે વિચારીએ કે આપણે જીભનાં માલિક નથી; જીભ આપણી માલિક છે. જીભે દોરીને તેલ મરચાં ખવડાવવામાં નાંખ્યા. એકરસનાના કબજામાં આવ્યા એટલે ભાન ભૂલ્યા તે પાંચે ઇંદ્રિયના કબજામાં આવે ત્યારે શું થાય ? તમે નિરોગી રહેવા ઈચ્છો છો. પચ્ચ ખાવું તે તમારા હાથની ચીજ છતાં કેમ પલટો થયે? તમારાને તમારા વિચારે વચ્ચે દખલગીરી કેણે કરી ? ચાર આંગળની દલાલણની દખલગિરિ વખતે ગુલામ બની જાવ તે પછી પાંચેની પંચાતમાં પટકાઈ જાવ તે શું થાય? પાંચમાં સામટા પટકાઈ પડે, ત્યાં શું થાય?