________________ દેશના 28] દેશનાકીંમત સમજવી જોઈએ ને? આટલી સ્થિતિએ આવ્યા, શબ્દ પારખવાની તાકાત વધારે છે. ભૂલા પડ્યાને રસ્તે કુતરા વિગેરે જાણી શકે છે. એક ગામથી બીજે ગામ જવા માટે તે રસ્તે નહિં ભૂલે, તેનામાં તાકાત છે. સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દ, વિચાર કરવાની પણ તાકાત છે. હાથી, ઘોડા, કુતરામાં વિચાર કરવાની તાકાત છે. પિષક કે પ્રતિસ્પધી, શેરીને કે બહારને ચેર, શાહુકાર તે સમજી શકે છે. તેમાં પણ મનુષ્યપણું મેળવવું મુશ્કેલ છે. તેના કારણમાં કહેવું પડ્યું કેમનુષ્યપણું કેઈની મહેરબાનીથી મળેલી કે આપેલી ચીજ નથી. મનુષ્યપણું એ સ્વયં મેળવેલું છે. સીધી દૃષ્ટિએ આપેલું હોય તે તેના ગુણ ગાઈએ. વેપારમાં બે પૈસા મળ્યા તે તેને યશ ઈશ્વરના માથે નાખે. પણ આડકતરી રીતિએ વિચારીએ તે જેને પૈસા ન મળ્યા તેને તે ઈશ્વરની કફ મરજી ને? બે છોકરા બાયડીને મળે તે ઈશ્વરે આપ્યા એમ કહે છે, પણ મરણ થયું તો શું ઈશ્વરે લઈ લીધા? તેમાં તેની કફ નજરને? તારા હિસાબે તેની મહેરબાની જણાવતાં અર્થ કર્યો થયે ? એક વકીલ પ્રેકટીસ માટે સેલીસીટરને ત્યાં આવ્યા છે. સેલીસીટરે પરીક્ષા કરવા એક પ્રશ્ન કર્યો કે આટલી લીટી કરું છું——આ લીટીને કાપવી નહિ, વધારવી નહિ, અડકવું નહિ ને નાની કરી દેવી, શી રીતે ? આવવાવાળે વકીલ અલવા હતું. તેણે જોડે મેટી લીટી કરી. અડક્યા, કાપ મેલ્યા વગર મેટી લીટી કરી એટલે પેલી લીટી આપોઆપ નાની થઈ ગઈ. ઈશ્વરે બે છોકરા આપ્યા એટલે તેની ઉપર ઈશ્વર મહેરબાની કેમ નથી રાખતે? તે મનુષ્યપણે કેઈએ આપ્યું નથી. પણ આપણે મેળવેલું છે.