________________ જ્ઞાનસાર જેને જ્ઞાનરૂપી અમૃતના સમુદ્ર જેવા પ્રપંચ રહિત શુદ્ધ આત્મતિરૂપ પરબ્રહ્મા-પરમાત્મસ્વરૂપને વિશે મગ્નતા છે તેને જ્ઞાન સિવાય બીજા રૂપ રસાદિ વિષયમાં પ્રવૃત્તિ કરવી તે ઝેર જેવી લાગે છે. જેમ માલતીના પુષ્પમાં રક્ત થએલે ભ્રમર કેરડાના ઝાડ ઉપર ન બેસે, તેમ અંતરંગ સુખમાં રક્ત થએલો બાહ્ય પ્રવૃત્તિઓ ચાલે નહિ. જે અનાદિ વિભાગ પ્રવૃત્તિથી નિવૃત્ત થએલ અને જ્ઞાનસુધાસિંધુ-જ્ઞાનરૂપી અમૃતના સમુદ્ર પરમાત્મસ્વરૂપમાં મગ્ન થએલ-લીન થએલ છે તે જીવને વિષયાન્તરરૂપબીજા વર્ણ—ગન્ધાદિ વિષમાં પ્રવૃત્તિ કરવી તે તીવ્ર ઝેરના ભક્ષણ કરવા જેવી લાગે છે. - જે અમૃતના આસ્વાદમાં મગ્ન થએલે છે તે વિષયરૂપ વિષને ભક્ષણ કરવામાં કેમ પ્રવૃત્ત થાય? જેમ માલતી પુષ્પન ભોગમાં લંપટ થએલો ભ્રમર કેરડા, બાવળ વગેરેમાં જઈને બેસતું નથી, તેમ શુદ્ધ, નિઃસંગ,નિરામય (ભાવ રેગ રહિત), લેશરહિત, પિતાની આત્મજ્યતિમાં મગ્ન થએલે, અનન્ત જીવના એઠવાડ રૂપ અને પોતે જ અનન્તવાર ભોગવીને છેડેલા, વાસ્તવિક રીતે નહિ જોગવવા ગ્ય એવા પિતાના ગુણના આવરણરૂપ વિષયમાં પ્રવૃત્ત થતો નથી-એ તાત્પર્ય છે. ફરીથી તે જ બાબતને સ્પષ્ટ કરે છે– स्वभावसुखमनस्य जगत्तत्त्वावलोकिनः। कर्तृत्वं नान्यभावानांसाक्षित्वमवशिष्यते // 3 // 1 મયુલમનસકરવાભાવિક ગાનન્દમાં મગ્ન થએલા. કાર