________________ 26] દેશના દેશનાકેઈને તે મીલક્ત વેચાતી આપે તે કાયદે કબૂલ કરે? ભાડે આપે તે પણ કાયદે કબૂલ કરે? તમારે ઘેરથી નાને છેક રૂપીઓ લઈને મીઠાઈ લેવા જાય તે કઈ મીઠાઈ આપે ખરે? કેમ? એ રૂપિયાને છોકરે સમજતા નથી. જે વસ્તુની મુશ્કેલીને સમજતો નથી, સદુપયોગના ફાયદાને, દુપયેગના નુકશાનને સમજતા નથી તે વ્યવસ્થા કરવા લાયક નથી. આ વાત ખ્યાલમાં રાખી વિચારે કે તમે મનુષ્યપણાના માલીક છો. તેમાં ભાગીદાર નથી. સ્વતંત્ર માલીક છે. તમારા કબજાની ચીજ છે. આ બે વાનાં છતાં પણ તમે મનુષ્યપણાની દુર્લભતા સમજી શક્તા નથી. સદુપયોગનું ફળ, દુરુપયોગનું નુકશાન ન સમજે ત્યાં સુધી તેની વ્યવસ્થા કરવાને તમને હક નથી. આથી તમારી વસ્તુ–મનુષ્યપણું ઝુંટવી લેવા નથી માગતા. તમે મુશ્કેલી સમજે. રીસીવર સગીર છોકરાને કેળવણી આપી લાયક બનાવે. રીસીવર તેની મીક્ત ઝુંટવી લેવા નથી માગતે, તેમ મનુષ્યપણાને સમજનારે થાય તેવું ગુરુમહારાજ શાસ્ત્રજ્ઞાન આપી લાયક બનાવે. કઈ ઝુંટવી નથી લેતા. શાસ્ત્રકાર જણાવે છે કે મહાનુભાવ! (શેઠને ઘેર છોકરે જમેતેને બાપની મીલ્કત મળે પણ તેને મીક્ત મેળવવાની મુશ્કેલીને ખ્યાલ ન આવે. તેમ) અજ્ઞાની જીવને મનુષ્પગું કેવી રીતે મળ્યું ? તેને ખ્યાલ ન આવે.” પહેલવહેલી દશા તારી કઈ હતી? અનંતા ગઠીયા એકઠા કરતું હતું, એ બધાની સાથે મળીને રહેવા એ બધાનું બળ મેળવી (નિમેદનું) એક શરીર મેળવવા તેઓ સાથે મહેનત કરતા હતા, ત્યારે ન દેખાય તેવું આગળનાં અસંખ્યાતમા ભાગ જેટલું શરીર કરી શકતે હતે. ઉન્નતિ પહેલાની આ સ્થિતિ હતી. સાથે અનંતા પ્રયત્ન કરે ત્યારે દેખાય નહિ