________________ અષ્ટને નામનિર્દેશ જે સ્થિર છે તે મેહ રહિત હોય છે તેથી ચોથું મેહત્યાગાષ્ટક કહ્યું છે. મોહરહિતને જ તત્વજ્ઞાન થાય છે માટે પાંચમું તત્વજ્ઞાનાષ્ટક કહ્યું છે. જે તત્ત્વજ્ઞાની છે તે શાન્ત–ઉપશમવાળા હોય છે માટે છઠું શમાષ્ટક કહ્યું છે. જે શાન્ત–શમ સહિત છે તે ઈન્દ્રિયોને જીતે છે તેથી ઈન્દ્રિયજયાષ્ટક કહ્યું છે. જે ઈન્દ્રિયો ઉપર વિજય મેળવે છે તે જ પરભાવને ત્યાગી હોય છે, તેથી ત્યાગાછક કહ્યું છે. જે ત્યાગી છે તે જ વચનાનુષ્ઠાનના (શાસ્ત્રવચનને અનુસારે થતી ક્રિયાના) ક્રમથી અસંગકિયા સહિત હોય છે, તેથી કિયાષ્ટક કહ્યું છે. તેથી જ તૃપ્ત–આત્મસંતુષ્ટ થાય છે, તેથી તૃત્યષ્ટક કહ્યું છે. જે તૃપ્ત હોય છે તે નિલેપરાગાદિલેપ રહિત હોય છે, તેથી નિલેપ અષ્ટક કહ્યું છે. જે નિલેપ છે તે નિઃસ્પૃહ હોય છે, તેથી નિઃસ્પૃહાષ્ટક કહ્યું છે. જે નિસ્પૃહ છે મુનિ-મૌનસહિત હોય છે, તેથી મૌનાછક કહ્યું છે. विद्याविवेकसंपन्नो मध्यस्थो भयवर्जितः। अनात्मशंसकस्तत्त्वदृष्टिः सर्वसमृद्धिमान् // 2 // 14 વિદ્યાસંપન્ન, તેથી જ ૧પવિકસંપન્ન,૧૬મધ્યસ્થ, 17 સર્વ પ્રકારના ભય રહિત, 18 આત્મશ્લાઘા નહિ કરનારે, અકીતિ અને ભયના અભાવની ભાવના એવી 1 વિદ્યાવિવેHપન્ન =વિદ્યાસંપન-તત્ત્વબુદ્ધિરૂપ વિદ્યા સહિત, અને વિવેકસંપન્ન-કર્મ અને જીવને જુદા કરવારૂપ વિવેકયુક્ત. મગરથ=પક્ષપાત રહિત. માવતઃ=નિર્ભય. સનાતમાં =પતાની લાઘા નહિ કરનારો. તવ=પરમાર્થમાં દષ્ટિવાળો. (અને) સર્વસમૃદ્ધિમાન સર્વ આત્મિક સંપત્તિવાળા (હાય).