________________ 458 સર્વનયાશ્રયણાષ્ટક - જે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપે પરિણમેલા સર્વજ્ઞ, આચાર્ય અને ઉપાધ્યાયે તથા સંવિગ્નપાક્ષિકયથાર્થ ઉપદેશ કરનારા શ્રીહરિભદ્રાદિ સૂરિવરેએ સર્વનય સાપેક્ષ સ્થાવાદગર્ભિત આ મેક્ષમાર્ગરૂપ શાસન પ્રકાશિત કર્યું છે, તેઓને અત્યત નમસ્કાર હો. જગતમાં શુદ્ધ ઉપદેશ કરનાર જ પૂજ્ય છે. ભવભાવનામાં કહ્યું છે કે भदं बहुसुयाणं बहुजणसंदेहपुच्छणिजाणं। उज्जोइअभुवणाणं झिणमि वि केवलमयंके / ते पुजा तिअलोए सम्वत्थ वि जाण निम्मलं नाणं / पुजाण वि पुजयरा नाणी चरित्त जुत्ता य // प० 671 गा० 506-505. કેવલજ્ઞાનરૂપ ચન્દ્ર અસ્ત થયે જેણે જગતને પ્રકાશિત કર્યું છે અને ઘણુ મનુષ્યોના સંદેહે જેને પૂછી શકાય એવા બહુશ્રુતેનું ભદ્ર-કલ્યાણ થાઓ. જેઓનું સર્વ સ્થળે પણ નિર્મળ જ્ઞાન છે, પૂજ્ય પુરૂષોને પણ અત્યન્ત પૂજ્ય એવા ચારિત્રયુક્ત જ્ઞાની ત્રણલેકમાં પૂજવા યોગ્ય છે. ઉપદેશમાલામાં કહ્યું છે કેसावजजोगपरिवजणाओ सव्वुत्तमो जइधम्मो / बीओ सावगधम्मो तइओ संविग्गपक्खपहो // 519 // सुज्झइ जई सुचरणो सुबइ सुस्सावगो वि गुणकलिओ। ओसमचरणकरणो सुज्झइ संविग्गपक्खरुई / / 513 //