________________ 450 સર્વનયાયણાષ્ટક તમારે સમય-સિદ્ધાન્ત પક્ષપાતી નથી.” આ ભિન્ન ભિન્ન ન પરસ્પર વાદ અને પ્રતિવાદની કદર્થના વડે દૂષિત થયેલા દુને છે. તેથી ઈષ્ટતા અને અનિષ્ટતા રહિત સમભાવના સુખને અનુભવ કરનારા જ્ઞાની યથાર્થ જ્ઞાન વડે સર્વ નયને આશ્રય કરે છે. એટલે સર્વનય માર્ગના સાપેક્ષ બોધમાં મગ્ન થાય છે. કહ્યું છે કે “પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષપણાથી અન્ય પ્રવાદે એકબીજાને હેર કરે છે, પરંતુ હે પ્રભે! સઘળા અને સમાનપણે માનનાર તમારો સિદ્ધાન્ત પક્ષપાતી નથી.” “sષાવિવિ સર્વસિવાર સતી નાથ! न च तासु भवान् प्रदृश्यते प्रविभिन्नासु सरित्विवोदधिः"। “હે નાથ ! જેમ સમુદ્રમાં સર્વ નદીઓ સમાય છે, તેમ સર્વ દષ્ટિએ (દશ) તમારામાં સમાઈ જાય છે. પરંતુ જેમ ભિન્ન ભિન્ન નદીઓમાં સમુદ્ર દેખાતું નથી, તેમ જુદી જુદી દષ્ટિએમાં તમે દેખાતા નથી.” સન્મતિતકમાં કહ્યું છે કે"ण य तइओ अस्थि णो ण य सम्मत्तं ण तेसु पडिपुर। जेण दुवे एगन्ता विभजमाणा अणेगन्तो"॥ - कांड 1 गा० 14 વ્યાસ્તિક અને પર્યાયાસ્તિકનયથી ભિન્ન સત્સામાન્ય-વિશેષ ઉભયાત્મક વસ્તુને ગ્રહણ કરનાર ત્રીજો નય નથી. તે બને નમાં સમ્યકત્વ-યથાર્થપણું સંપૂર્ણ તયા નથી એમ પણ નથી, કારણ કે બન્ને એકાતો વિશેષ રૂપે-સાપેક્ષપણે રહણ કરાતાં અનેકાન્ત બને છે.”