________________ પણ mininin મૂળ ગુણ અને ઉત્તર ગુણરૂપ વિશાલ સામ્રાજ્યની સિદ્ધિને માટે મહામુનીશ્વર એ પ્રમાણે બાહ અને અભ્યત્તર તપ કરે. એમ પરમ નિગ્રન્થ જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ મૂળભૂત ગુણે તથા સમિતિ-ગુપ્તિ આદિ ઉત્તરગુણેની શ્રેણિને વિશેષ પ્રગટ થવા રૂપ મેટા સામ્રાજ્ય-પ્રભુત્વની સિદ્ધિને માટે એટલે પિતાના ગુણોની પ્રભુતા મેળવવા લેકના ઉલ્લાસનું કારણ અને પ્રભાવકપણાનું મૂળ બાહ્યત૫ તથા અન્ય લોકો જાણી ન શકે તેવું આત્મિક ગુણેમાં તન્મયતારૂપ અભ્યન્તર તપ કરવા ગ્ય છે. તપ સંવરરૂપ અને નિર્જરારૂપ એમ બે પ્રકારે છે. તેમાં સંવરરૂપ તપ જ્ઞાન અને ચારિત્રની તીવ્ર દશારૂપ છે, અને તે ચેતના અને વીર્ય આદિ ગુણેની એકતારૂપ છે. બીજું નિર્જરારૂપ તપ જ્ઞાન, ચારિત્ર, વીર્ય અને ઉપગરૂપ ગુણેની મિશ્રતાથી થયેલ, ગુણેના આસ્વાદની એકતાના અનુભવવાળું સર્વ પરભાની નિઃસ્પૃહતારૂપ છે. તે જઘન્યથી અંશના ત્યાગપૂર્વક અંશથી નિઃસ્પૃહતા ગુણની એકતારૂપ છે. ઉત્કૃષ્ટથી શુક્લધ્યાનના છેલ્લા અધ્યવસાયરૂપ છે. પરંભાવને આસ્વાદ કરવામાં આસક્ત અશુદ્ધ પરિણતિને ત્યાગ કરીને સ્વરૂપના આનન્દમાં મગ્નતારૂપ પરિણતિ કરવા ગ્ય છે. નવીન કમને નહિ ગ્રહણ કરવારૂપ સંવરપૂર્વક સત્તાગત કર્મની નિર્જરા કરવારૂપ તપ છે. તપ વડે દેવાદિ ગતિરૂપ ફળની અભિલાષા કરવી યોગ્ય નથી. નિર્જ રારૂપ તપ વડે શુભ કમને બન્ધ કેમ થાય?