________________ જ્ઞાનસાર 439 uuuuuuuuuuuuuuuu કહ્યું છે કે "रतेः समाधावरतिः क्रियासु नात्यन्ततीवास्वपि योगिनां स्यात् / अनाकुला वहिकणाशनेऽपि न किं सुधापानगुणाचकोराः" // ગીઓને સમાધિમાં પતિ-પ્રીતિ હોવાથી અત્યા તીવ્ર ક્રિયામાં પણ અરતિ-અપ્રીતિ થતી નથી. ચર પક્ષીઓ સુધાને પીવાના ગુણથી અગ્નિના કણને ખાવામાં પણ શું વ્યાકુલતારહિત લેતા નથી? મોક્ષરૂપ કાર્યના સાધક સંવર અને નિરારૂપ સમીચીન ઉપાયમાં પ્રવૃત્ત થયેલા, કંઈક અધિક છ માસ સુધી સર્વ પ્રકારના આહારને ત્યાગ, આતાપના, કાર્યોત્સર્ગ આદિ તીવ્ર તપમાં મગ્ન, જિનકલ્પી અને પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા, સૂક્ષ્મ અનન્ત સ્વ–પર પર્યાયના વિવેકમાં લીન ચિત્તવાળા જ્ઞાની મુનિઓને નિર્મલ, અવ્યય એવા મોક્ષરૂપ સાધ્યના મધુરપણાથી તપ કરતાં, પરિષહાદિ પ્રાપ્ત થતાં વન, નદી અને ગુફામાં વસવા છતાં આનન્દની વૃદ્ધિ જ થાય છે. જેમ કે દેવાદારને ધન પ્રાપ્ત થયું હોય તે તે લેણદારને ધન આપતાં દેવાથી મુક્ત થયે હોવાને લીધે પિતાને ધન્ય માને છે, અથવા કેઈ લબ્ધિ કે સિદ્ધિને અથી પૂર્વ ભૂમિકામાં ઉંચા હાથ અને નીચે માથું કરવા આદિ મહા કષ્ટક્રિયા કરે છે, અને તેની સિદ્ધિ પ્રાપ્ત કરવાને અભિલાષી જેમ જેમ અત્યન્ત કષ્ટ સહન કરે છે તેમ તેમ હર્ષ પામે છે, તેમ પરમાનન્દ,