________________ ધ્યાનાષ્ટક ગુણના સંસર્ગોપથી અને પરમાત્માના અભેદ આરોપથી નિસંશય સમાપત્તિ કહી છે. ગુણ સંસર્ગારપ અને તલના તે અન્તરાત્મામાં પરમાત્માને અભેદરેપ જાણે. એ ધ્યાનનું ફળ સમાધિરૂપ અતિવિશુદ્ધ છે. જેમ રત્નને વિષે બિઅને પડછાયો પડે તેમ ક્ષીણ થઈ છે પરાશ્રયરૂપ વૃત્તિ જેની અને કષાય અને વિકલ્પરૂપ મળ રહિત એવા અન્તરાત્મામાં ધ્યાનથી સિદ્ધ પરમાત્માની પ્રતિરછાયા પડવી તે આત્મસ્વરૂપ સાથે પરમાત્માની એકતા રૂપ સમાપત્તિ કહી છે. સમાપત્તિ થયે ધ્યાનની સિદ્ધિ થાય છે. એ પ્રમાણે અન્ય સ્થળે પણ કહ્યું છે– ઉત્તમ મણિની પેઠે ક્ષીણવૃત્તિવાળા અન્તરાત્મામાં પરમાત્માના ગુણના સંસર્ગોપથી અને પરમાત્માના અભેદારેપથી બન્નેની એકતારૂપ સમાપત્તિ થાય છે.” અન્તરાત્મામાં પરમાત્માનો અભેદ આરોપ તે ધ્યાનનું ફળ છે અને તે સંસર્ગ આરોપથી થાય છે. સંસર્ગરપ એટલે જેના તાત્ત્વિક અનન્તગુણો આવિર્ભાવ પામેલા છે એવા સિદ્ધ આત્માઓના ગુણે વિષે અન્તરાત્માને ઉપયોગ. તે ચલાયમાન ચિત્તવાળાને ઈન્દ્રિયોને નિરોધ-નિગ્રહ કર્યા સિવાય થતું નથી. ઈન્દ્રિયોને ધ જિનપ્રતિમાદિ અવલંબન સિવાય થતું નથી, માટે તત્ત્વની પ્રાપ્તિમાં સ્થાપના ઉપકારક છે.