________________ જ્ઞાનસાર પરવસ્તુના સંગથી ઉત્પન્ન થયેલી પૂર્ણતા છે તે રાગ, દ્વેષ અને મહાદિથી ઉત્પન્ન થએલા વિકલ્પ વડે થાય છે. તે કલોલ વડે થયેલી સમુદ્રની પૂર્ણતા જેવી છે. જેમ તરંગે વડે સમુદ્ર અગ્રાહી છે એટલે તેનું વાસ્તવિક સ્વરૂપ પ્રતીયમાન થતું નથી અને તે પ્રવેશ કરવાને પણ અગ્ય છે તેમ આત્મા પણ રાગદ્વેષરૂપ તરંગે વડે અગ્રાહ્ય છે. એટલે તેથી તેના વાસ્તવિક સ્વરૂપની પ્રતીતિ થતી નથી તથા તે પ્રવેશ કરવાને પણ અગ્ય છે. અને પૂર્ણાનંદ-પોતાની અનન્ત સંપત્તિને અનુભવ સ્વરૂપ અને જેમાં પરમાત્મપણું પ્રકટ થયું છે એવા પરમ ઐશ્વર્યરૂપ ભગવાન સ્થિર સમુદ્રના જેવા છે. માટે ચંચલતાને છેડી સ્થિરસ્વરૂપ થવું. પિતાના સ્વભાવમાં સ્થિર થયેલે આત્મા નિર્વિકલ્પ-વિકલ્પ રહિત હોય છે, માટે નિર્વિકલ્પદશા સાધવા પ્રયત્ન કરે. जागर्ति ज्ञानदृष्टिश्चेत् तृष्णाकृष्णाहिजाङ्गुली। पूर्णानन्दस्य तत् किं स्याद् दैन्यवृश्चिकवेदना // 4 // જે તૃષ્ણારૂપ કૃષ્ણ સર્પને વિષે જાગુલી વિદ્યા સમાન પૂણતા જ્ઞાનની દૃષ્ટિ જાગૃત થાય છે તે પૂર્ણનન્દમય આત્માને દીનતારૂપ વીંછીની વેદના કેમ હોય? પૂણતા જ્ઞાનની દૃષ્ટિ તૃષ્ણાને નાશ કરે છે, અપૂર્ણને તષ્ણા વધે છે. જેનાથી સર્ષના વિષની પીડાને નાશ 1 ગાર્તિ-જાગે છે. પ્રગટ થાય છે. જ્ઞાનદષ્ટિ તત્વજ્ઞાન રૂપ ચક્ષુ. =જે. દિગાંગુત્રી–તૃષ્ણારૂપ કાળા સાપના ઝેરને નાશ કરનાર જંગુલી-ગારૂડી મત્ર સમાન. પૂનત્વ=પૂર્ણ આનન્દવાળાને. તત્ક તે. "કેમ, દાત હેય. સૈન્યવૃશ્ચિના -દીનતારૂપ વીંછીની પીડા.