________________ 408 યોગાષ્ટક શ્રાવક અને શ્રાવિકાને સમુદાય તે તીર્થ છે. તેથી અવિધિનું સ્થાપન કરવામાં શાસ્ત્રોક્ત ક્રિયાને ઉચ્છેદ થવાથી પરમાWથી તીર્થને ઉચ્છદ થાય છે. શાવિહિત ક્રિયાને લેપ કરે એ કડવા ફળ આપનાર છે. સ્વયં મૃત્યુને પ્રાપ્ત થયેલ અને તે મારેલામાં વિશેષતા નથી એમ નથી. પરંતુ એટલી વિશેષતા છે કે સ્વયં મૃત્યુ પામે છે ત્યારે તેમાં પોતાને દુષ્ટાશય નિમિત્તરૂપ નથી અને પિતે મારે છે તેમાં દુષ્ટાશય નિમિત્તરૂપ છે. તેની પેઠે સ્વયં ક્રિયામાં પ્રવૃત્તિ નહિ કરનારા જીવની અપેક્ષાએ ગુરુને દૂષણ નથી, પરંતુ અવિધિની પ્રરૂપણાને અવલંબીને શ્રેતા અવિધિમાં પ્રવૃત્તિ કરે તો ઉન્માર્ગમાં પ્રવૃત્તિ કરાવવાના પરિણામથી અવશ્ય મહાદૂષણ છે. એ પણ તીર્થ ઉચછેદના ભીરૂએ વિચાર કરવા યોગ્ય છે. સ્થાનાદિમાં પ્રવૃત્તિરૂપ ગરહિતને “તીર્થને ઉછેદ થશે ઈત્યાદિ આલંબનથી પણ સૂત્ર ભણાવવામાં મહાદેષ છે, એમ શ્રીહરિભદ્રસૂરિ આદિ આચાર્યો કહે છે. નાસ્તિકને સૂત્ર શિખવવામાં કદાચિત ઉસૂત્રપ્રરૂપણ કરવાથી તીર્થને ઉછેદ થાય છે. કહ્યું છે કે - "मुत्तूण लोगसन्नं उदण य साहूसमयसब्भाव / सम्मं पयट्टिअव्वं बुहेणमइनिउणबुद्धीए / ચોવિંશિવI T[0 6. શાસ્ત્રનિરપેક્ષ બુદ્ધિરૂપ લેકસંજ્ઞાને તજીને અને યથાર્થ ચિત્યવન્દનાદિમાં વિધિપૂર્વક સમ્યક પ્રવૃત્તિ કરવા યોગ્ય છે”.