________________ જ્ઞાનસાર (375 માટે આવી. એક દિવસે તે રાજકન્યાઓને કુમારે પૂછયુંહે ભદ્ર! તમે તમારાં માતપિતાનું ઘર છોડીને કેમ અહીં આવી છે? તે રાજકન્યાઓએ કહ્યું કે અમે તમારા પ્રેમની અભિલાષાવાળી છીએ અને તમને ઈષ્ટ, કાન્ત અને પ્રિય તરીકે ઈરછીએ છીએ. ત્યારે કુમારે કહ્યું કે-જિનેન્દ્ર નિષેધ કરેલ, કર્મબન્ધનનું મૂળ કારણ અને સંસાર વધારનાર રાગ છે, કારણથી આત્માની સાથે એકતાને પ્રાપ્ત થયેલા, ધર્મના સાધનભૂત, પિતાના શરીર ઉપર પણ રાગ કરો તે સર્વદશી જિનાએ નિવાર્યો છે, તે કે ચતુર પુરૂષ પારકા શરીર ઉપર રાગ કરે? તે નિર્મલ ચારિત્રને આવરનાર અને કેવલજ્ઞાનને રોકનાર છે. તે રાગ અરિહંતાદિને વિષે કરે શ્રેષ્ઠ છે, તે પણ નિશ્ચયન તજવા યોગ્ય કહ્યો છે. તે પછી અનર્થ પ્રધાન વિષયરોગ તે કેમ કરાય? પિતાના સ્વભાવમાં આસક્ત વીતરાગ ભગવંત સુખી છે, તે મારે અન્યમાં રાગ કરે ગ્ય નથી અને તમારે પણ બીજામાં રાગ કરે ગ્ય નથી. એમ ઉપદેશ વડે રાજકન્યાઓને પ્રતિબોધ કર્યો અને હજાર કન્યાઓના પરિવાર સાથે શ્રમણ થ. અનુકમે અનુત્તર જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય વડે શુકલધ્યાનારૂઢ થઈને સિદ્ધ થયે. તે રાજકન્યાઓ પણ નિર્વાણને પ્રાપ્ત થઈ. એમ રાગ ત્યાગ કરવા યોગ્ય છે. તે પરિગ્રહને રાગ કદાપિ આત્મહિતનું કારણ થતો નથી. चिन्मात्रदीपको गच्छेद निर्वातस्थानसंनिभैः। निष्परिग्रहतास्थैर्य धर्मोपकरणैरपि // 7 // 1 વિમાત્રા =જ્ઞાનમાત્રને દીવ (અપ્રમત્ત સાધુ). નિર્વાહ્યા