________________ જ્ઞાનસાર 377 ચિત્ત અંતરંગ પરિગ્રહ વડે વ્યાપ્ત છે–ભરેલું છે, એટલે ચેતનાની પરિણતિ પરિગ્રહની તૃષ્ણામાં મગ્ન થયેલી છે તે સ્ત્રીધનાદિ બાહ્ય પરિગ્રહના ત્યાગરૂપ બાહ્ય નિર્ચ થપણું નિષ્ફળ છે. કારણ કે તેને બાહ્ય ત્યાગ સ્વરૂપના પ્રગટપણાનું કારણ થતો નથી. જેમ કાંચળીના ત્યાગથી સાપ નિર્વિષ થતો નથી, તેમ બાહ્યત્યાગથી જીવ ત્યાગી થતો નથી, પણ અંતરંગ મમત્વપરિણામના ત્યાગથી જ ત્યાગી થાય છે. त्यक्ते परिग्रहे साधोः प्रयाति सकलं रजः / पालित्यागे क्षणादेव सरसः सलिलं यथा // 5 // જેમ પાળને નાશ કરવાથી સરેવરનું સઘળું પાણી ક્ષણવારમાં ચાલ્યું જાય છે તેમ પરિગ્રહને ત્યાગ કરવાથી સાધુનું સઘળું પાપ ચાલ્યું જાય છે. પરિગ્રહને ત્યાગ કરવાથી સાધુના સમગ્ર પાપનો સમૂહ ચાલ્યા જાય છે. અહીં દષ્ટાન્ત કહે છે–જેમ પાળને નાશ થવાથી સરેવરનું બધું પાછું ચાલ્યું જાય છે. એ હેતુથી અંતરની સામાન્ય પરિણતિમાં લેભના ત્યાગથી અનુકમે સર્વ કર્મને અભાવ થાય છે. त्यक्तपुत्रकलत्रस्य मूर्छामुक्तस्य योगिनः। 1 ચતે રહે પરિગ્રહનો ત્યાગ કર્યો. સાથો સાધુનું. સર્જક સઘળું. :=પાપ. ક્ષનોવેવ ક્ષણમાં જ. પ્રતિ જાય છે. ચા=જેમ. વારિ=પાળનો નાશ થતાં. સરસ સરોવરનું. સત્સં પાણી. (ચાલ્યું જાય છે) ર રાજપુત્રરત્રગ્રં=જેણે પુત્ર અને સ્ત્રીને ત્યાગ કરે છે.