________________ 72 પરિણહાક * *, , , , , , , , , , જે સાધુ ધન, ધાન્ય, ઘર, ખેતર, સુવર્ણ, રૂપ્ય વગેરે બાહ્ય પરિગ્રહ અને મિથ્યાત્વ રાગ-દ્વેષાદિ આંતર પરિ. ગ્રહને તરખલાની પેઠે છેડીને ઉદાસીનભાવે રહે છે, મેહનું કારણ, આસક્તિનું મૂળ, આત્માને લાગેલા કાદવ તુલ્ય અને વાસ્તવિક રીતે અસાર એવા પરિગ્રહનું મારે શું કામ છે? આ મારું નથી, મદિરાથી ઉન્મત્ત થયેલા પુરુષને કાદવના લેપ તુલ્ય આ પરિગ્રહથી હું સુખી નથી, હું જ્ઞાનાદિ અનન્તગુણો વડે પૂર્ણ છું, તે પુદ્ગલમાં કેમ રતિ કરું', ઈત્યાદિ ભાવના વડે જેણે પરિગ્રહને ત્યાગ કરેલ છે તેના ચરણકમળને સુર, અસુર અને મનુષ્યરૂપ ત્રણે લેક સેવે છે. તે ત્રણ જગતને વંદનીય થાય છે. તેથી સ્વરૂપના આનન્દમાં રસિક પુરુષોને પરિગ્રહમાં આસક્તિ થતી નથી. વળી બાહ્ય ત્યાગ વડે પિતાને નિર્ગસ્થ માનનારને ઉપદેશ કરે છે– चित्तेऽन्तर्ग्रन्थगहने बहिर्निग्रन्थता वृथा। त्यागात्कञ्चुकमात्रस्य भुजगो न हि निर्विषः॥४॥ અંતરંગ પરિગ્રહ કરીને ગહન-વ્યાકુલ ચિત્ત છતાં બાહ્ય નિર્ચન્થપણું ફેગટ છે. ખરેખર કાંચળી માત્રને છોડવાથી સાપ વિષરહિત થતું નથી. 1 અનન્ય અંતરંચ પરિચડે કરીને વ્યાકુલ. ચિત્ત=મન છે તે. વાસ્થનન્યતા=બાહ્ય નિગ્રન્થપણું. વૃથા ફોગટ છે. હિ કારણ કે વુકમાત્રાતઃકાંચળી માત્ર છેવાથી. મુના=સર્પ. નિર્વિવઃ વિષ રહિત, 7થતો નથી. == ===