________________ 369 * , ** 4 * * * * * * * જ્ઞાનસાર દ્રવ્યનું ઉપાર્જન, સંરક્ષણ અને ગેપનમાં વ્યાકુલ ચેતનાવાળા જીવને શાસ્ત્રજ્ઞાન સમ્યક પ્રકારે થતું નથી, તેથી અહીં પરિગ્રહત્યાગને ઉપદેશ કરવામાં આવ્યો છે. તરફથી ગ્રહણ કરવું, ગ્રહણ કરવાની બુદ્ધિ તે પરિગ્રહ કહેવાય છે. દ્રવ્યથી ધનધાન્યાદિ પરિગ્રહ છે અને આશંસા-પરવસ્તુને ગ્રહણ કરવાની ઈચ્છા તે ભાવથી પરિગ્રહ છે. તેમાં આત્માને સ્વરૂપ પર્યાયનું આવરણ થતાં પોતાના સ્વરૂપ પર્યાયના સ્વામીપણાની પરિણતિને અભાવ થયે અશુદ્ધ બલવીર્યની પ્રવૃત્તિથી ગ્રહણ કરેલાં કર્મોના શુભ વિપાકમાં અને તેના હેતુ પ્રશસ્ત અને અપ્રશસ્ત પરિણામમાં મમત્વબુદ્ધિ થવી તે પરિગ્રહ છે, અથવા પિતાના સત્તાગત શુદ્ધ ગુણેથી અન્ય વસ્તુમાં મમત્વ, તેના ગ્રહણ અને સંરક્ષણની પરિણતિરૂપ ચેતનાદિની વૃત્તિ તે પરિગ્રહ કહેવાય છે. તેથી આત્માને પિતાના સ્વરૂપનું ભાન, રમણ અને અનુભવને વ્યાઘાતપ્રતિબન્ધ થાય છે. એ હેતુથી પરિગ્રહ તજવા યોગ્ય છે. કારણ કે દ્રવ્યપરિગ્રહ એ ભાવપરિગ્રહનું કારણ છે. અને ભાવપરિગ્રહ આત્માની અશુદ્ધિનું કારણ છે, માટે તે ત્યાજ્ય છે. નયની વ્યાખ્યામાં સંગ્રહનયથી જીવ અને અજીવને વિષે પરિગ્રહપણું છે. કારણ કે વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે બીજા અને પાંચમા આસવને વિષય સર્વ દ્રવ્યો છે–એટલે સર્વ દ્રવ્યો મૃષાવાદ અને પરિગ્રહનો વિષય છે. વ્યવહારનયથી ધનાદિ સહિત અને જુસૂવથી તેની ઈચ્છા વાળ પરિગ્રહ યુક્ત છે. શબ્દનયથી પુણ્યની ઈચ્છા પરિગ્રહ છે, ઈત્યાદિ સ્વયમેવ જાણવું. એ માટે પરિગ્રહ સંબધી અહીં કહેવામાં આવે છે– 24