________________ 356 લોકસંજ્ઞાત્યાગાષ્ટક પ્રસન્નચન્દ્ર અને ભરતરાજા એ દષ્ટાન્ત છે. પ્રસન્નચન્દ્ર રાજર્ષિ સાધુના વેશે કાર્યોત્સર્ગમાં રહેલા હતા, તેને દુર્યાનથી નરકગતિને યોગ્ય બન્ધ થયો. ભરત ચક્રવતી ગૃહસ્થાવસ્થામાં મહિલાની ક્રીડારૂપ વનિતાના પરિવારયુક્ત હોવા છતાં પણ આત્માની સાક્ષીએ એકત્વ પરિણામરૂપ ધર્મથી પરિણત થઈ કેવલજ્ઞાન પામ્યા. માટે જેમાં આત્મા સાક્ષી છે તે જ સાચો ધર્મ છે અને તે જ ધર્મ કરવા યોગ્ય છે. .. लोकसंज्ञोज्झितः साधुः परब्रह्मसमाधिमान् / सुखमास्ते गतद्रोहममतामत्सरज्वरः // 8 // લોકસંજ્ઞા રહિત, પરબ્રહ્મમાં લીનતા થવારૂપ સમાધિવાળા અને જેના દ્રોહ, મમતા અને અસરરૂપ જવર ગયા છે એવા સાધુ સુખે રહે છે. લોકસંજ્ઞા રહિત, પરબ્રહ્મ-શુદ્ધ આત્મસ્વરૂપને વિષે સ્થિરતારૂપ સમાધિવાળા, આત્મજ્ઞાનના આનન્દમાં મગ્ન, જેને દ્રોહ-અપકાર કરવાની બુદ્ધિ, પરભાવમાં મમત્વ અને મત્સર–અહંકારરૂપ જવર નષ્ટ થયેલો છે એવા, પરમાત્મભાવને સાધવામાં તત્પર સાધુ સુખે રહે છે. તેથી “કષાયની મલિનતા રહિત, પિતાના આત્મામાં રમણ કરનાર, આત્માને જાણનાર અને તત્ત્વને અનુભવ કરનારા મુનિ સુખપૂર્વક 1 ઢોકોક્ષિતિ=લોકસંજ્ઞાથી રહિત. પરબ્રહ્મસમાધિમાન=પરબ્રહ્મને વિષે સમાધિવાળા. તદ્દોરમમતમત્સર =ગયા છે દ્રોહ, મમતા. અને અભિમાન જવર જેના એવા. સાધુ=મુનિ. મુન=સુખે. નિતિ=રહે છે.