________________ 28 કર્મવિપાકદિનનાષ્ટક થવું જ જોઈએ એ નિયમ નથી. સિંહ શરભ (અષ્ટાપદ) સવ લેકને પ્રત્યક્ષ નથી, તે પણ લેકમાં ડાહ્યા માણસે તેને પ્રત્યક્ષ માને છે, માટે સર્વને પ્રત્યક્ષ જણાતાં જ્ઞાનાવરણીયાદિ કર્મ દરેક પ્રાણને પ્રસિદ્ધ સુખરૂ:ખનું કારણ છે. જેમ અંકુર કાર્ય હેવાથી બીજ તેનું કારણ છે. તેમ અહીં સુખ-દુઃખનું જ કારણ છે તે કર્મ છે. કદાચ તું એમ કહે કે પુષ્પમાલા, ચન્દન, સ્ત્રી વગેરે તથા વિષ– કંટક વગેરે પ્રત્યક્ષ જ સુખ-દુઃખનાં કારણ છે, તે અદષ્ટ કર્મને સુખદુઃખનું કારણ માનવાનું શું પ્રયોજન છે? આ કથન અયુક્ત છે. કારણ કે સુખદુઃખના કારણે અનિયત છે. જે એકને સુખનું કારણ થાય છે તે બીજાને દુખનું કારણ થાય છે. ઈષ્ટ શબ્દાદિ વિષયરૂપ સમાન સુખના સાધનવાળા અને અનિષ્ટ શબ્દાદિ વિષયરૂપ સમાન દુઃખના સાધનવાળા બે જીવમાં કે ઘણા જીવોમાં સુખ–દુઃખના અનુભવરૂપ ફળની વિશેષતા જણાય છે. તે અદઈ કમરૂપ હેતુ સિવાય ઘટી શકતી નથી. માટે સુખદુઃખની વિશેષતાના કારણભૂત કમને સ્વીકાર કરે જોઈએ. વિશેષાવશ્યક ભાષ્યમાં અન્ય અનુમાન પણ કહ્યું છે– "किरियाफलभावाओ दाणाईणं फलं किसीए ब्व / तं च दाणाइफलं मणप्पसायाई जइ बुद्धी // किरियासामनाओ जं फलमस्सावि तं मयं कम्मं / तस्स परिणामस्वं सुहदुक्खफलं जओ भुजो॥" गा० 1615-1616