________________ જ્ઞાનસાર 327 હવે અવસર પ્રાપ્ત થયેલ હોવાથી નિગ્રંથપણાના સાધનની ભાવના માટે સમભાવની પ્રાપ્તિમાં સાધનભૂત કર્મવિપાકચિન્તનાષ્ટક કહેવામાં આવે છે. તેમાં મિથ્યાવા િહેતુઓ દ્વારા જીવ વડે જે કરાય તે જ્ઞાનાવરણાદિ કર્મ છે. અહીં કમની સત્તાને નહિ માનતે કોઈ એક એમ કહે છે કે-કર્મ નથી, કારણ કે તે પ્રત્યક્ષ અને અનુમાનાદિ પ્રમાણથી જણાતું નથી. વળી કર્મ પ્રત્યક્ષ નથી, કારણ કે તે ઈન્દ્રિયને વિષય થતું નથી. તેમ અનુમાનથી પણ જાણી શકાતું નથી. કારણ કે અનુમાન પ્રત્યક્ષને આધીન છે. ધૂમાદિ લિંગ (હેતુ) સહિત અગ્નિ રસેડા વગેરેમાં જોયા પછી તર્કથી વ્યાપ્તિજ્ઞાન થયે પર્વતાદિને વિશે ધૂમાદિને જેવાથી વ્યક્તિના સ્મરણપૂર્વક અગ્નિ વગેરેના અનુમાનને સંભવ છે. કર્મનું અનુમાન કરાવનાર તેવા પ્રકારને હેતુ નથી, માટે કર્મ અનુમાનથી પણ જાણી શકાય તેમ નથી. ઉપમા તો પ્રત્યક્ષ સ્વભાવવાળી છે. માટે ઉપમાન પ્રમાણથી પણ જાણી શકાય નહિ. આગમ પરસ્પર ભિન્ન ભિન્ન વાવાળું છે, તેથી કર્મને નિર્ણય થઈ શકે તેમ નથી. તેથી કર્મની સત્તા નથી. ઈત્યાદિ અનેક યુક્તિના સમૂહનું પ્રતિપાદન કરનારને આચાર્ય કહે છે કે કર્મ સર્વને પ્રત્યક્ષ છે. બીજાને પણ કાર્યથી કારણના અનુમાન વડે કર્મ જણાય છે. પ્રત્યક્ષ સુખદુઃખને અનુભવ થાય છે. તે તેનું કારણ હોવું જોઈએ. અંકુરની પેઠે. જેમ અંકુર પ્રત્યક્ષ દેખાય છે, તે તેનું કારણ બીજ હોવું જોઈએ. જે સર્વને કર્મ પ્રત્યક્ષ છે, તે મને પ્રત્યક્ષ કેમ જણાતું નથી ? તેને ઉત્તર એ છે કે એકને પ્રત્યક્ષ કે તેથી બીજાને પણ પ્રત્યક્ષ