________________ " " " " જ્ઞાનસાર 37 શરીરના એક ભાગમાં ઉપજે છે અને કેઈને સર્વ શરીરમાં ઉપજે છે. તેથી જ્યારે વ્યાધિને દૂર કરવાની બુદ્ધિથી તે પિતાને અથવા પરને સ્પર્શ કરે છે ત્યારે તેને રેગ દૂર થાય છે. (2) વિપુડ–વિષ્ટા. જેથી મુનિના વિષ્ટા અને મૂત્રના સ્પર્શથી વ્યાધિ દૂર થાય તે વિપુડૌષધિ. (3) જેથી મુનિના ખેલફના સ્પર્શથી રગે નાશ પામે તે ખેલૌષધિ. (4) જે લબ્ધિથી મહાત્માના જલ્લ–મળના સ્પર્શથી રગો નાશ પામે તે જલ્લૌષધિ. (5) જેથી એક એક ઈન્દ્રિય સર્વ ઈન્દ્રિયોના વિષયાને જાણે, અથવા શરીરના સર્વ અવયવો વડે સાંભળે તે સંન્નિશ્રોતેલબ્ધિ. (6) જેથી બીજાએ ચિતવેલા ઘટાદિ પદાર્થોને સામાન્યરૂપે જાણે તે ત્રાજુમતિ. (7) જેથી સર્વ વિષ્ટા, મૂત્ર, નખ, કેશ વગેરે બધાં વ્યાધિને દૂર કરવામાં સમર્થ હેય તે સર્વોષધિ. (8) જેથી આકાશમાં અત્યન્ત ગમન કરવાની શક્તિ પ્રાપ્ત થાય તે ચારણલબ્ધિ. તેના બે ભેદ છે–જ ઘાચારણ અને વિદ્યાચારણ. ચારિત્ર અને તપ વિશેષના પ્રભાવથી અતિશય ગમન-આગમન કરવાની લબ્ધિ તે જંઘાચારણ. અને વિદ્યાના પ્રભાવથી ગમન-આગમન કરવાની શક્તિ તે વિદ્યાચારણ તેમાં જંઘાચારણ કઈ પણ સ્થળે જવું હોય ત્યારે સૂર્યના કિરણને પણ અવલંબીને જાય છે. વિદ્યાચારણ પણ એમ જઈ શકે છે. ચારણલબ્ધિ અનેક પ્રકારની છે. ચારણલબ્ધિવાળા કેટલાએક પર્યકાસને અથવા કાયોત્સર્ગ અવસ્થામાં આકાશમાં ગમન કરે છે. કેટલાએક વાવ, નદી અને સમુદ્રાદિમાં પાણી ઉપર ભૂમિ ઉપર ચાલે તેમ ચાલે છે. કેટલાએક અગ્નિશિખા, ધૂમ, ચન્દ્ર અને સૂર્યનાં કિરણોને અવલંબી ગતિ કરે છે. (9)