________________ જાનાર ' શાપ સિદ્ધાન્તને જાણનાર બહુશ્રુત કહેવાય છે. સન્મતિમાં "जो हेउवायपक्खम्मि हेउओ आगमे य आगमिओ। તો સમયYuvraો સિદવિવાદનો સન્મતિ . રૂ. 45 - “જે હેતવાદના પક્ષમાં હેતુથી અને આગમવાદના વિષયમાં આગમથી પ્રવૃત્તિ કરે છે તે જ સ્વસિદ્ધાન્તની પ્રરૂપણ કરનાર છે, અને તેથી અન્ય સિદ્ધાન્તને વિરાધક છે.” એમ નય અને પ્રમાણ વડે સ્વસમય અને પરસમયના સારને યથાર્થ પણે જાણનારા, સ્વરૂપની પ્રાપ્તિ જ સારભૂત છે જેને એવા અને મહિના પ્રચારને રોકનારા તત્ત્વદષ્ટિ ભવસમુદ્ર તારવામાં ઉપકાર કરનારી પુરાયમાન કરુણરૂપ અમૃતની વૃષ્ટિ કરનારા છે. અર્થાત્ જગતના જીવો ઉપર કરુણામૃતની વૃષ્ટિ કરનારા મહાત્માઓ હોય છે. તેઓ વિચારે છે કે “તત્ત્વથી વિમુખ થયેલા લેકે વિષયમાં રક્ત થઈ આત્માને કેમ નાશ કરે છે? અરેરે, જેનાગમ વિદ્યમાન છતાં અને અનન્ત ગુણ અને પર્યાયની સત્તારૂપ આત્મા હોવા છતાં આત્માની બ્રાન્તિથી સંસારાટવીમાં ભમે છે, માટે અમે ધર્મનું રહસ્ય કહીએ છીએ. એમ જગતમાં ઉપકાર કરવામાં તત્પર તત્ત્વજ્ઞાની મહાત્મા મુનિ સેવા કરવા ગ્ય છે. માટે હે ભવ્યજી ! બાહ્યદષ્ટિપણાને તજીને અભ્યન્તર તત્ત્વજ્ઞાનમાં રસિક થાઓ.