________________ 312 તત્વદષ્ટિ અષ્ટક સ્વરૂપને જાણનાર તત્ત્વજ્ઞાની જ્ઞાનની પૂર્ણતાથી, રત્નત્રયીના પરિણામથી, શુદ્ધ અખંડ આનન્દના સાધનની પ્રવૃત્તિથી, પિતાના ગુણેના પ્રગટ થવાથી મહાત્મા તરીકે જાણે છે. ડશકમાં કહ્યું છે કે"बालः पश्यति लिङ्ग मध्यमबुद्धिर्विचारयति वृत्तम् / आगमतत्त्वं तु बुधः परीक्षते सर्वयत्नेन" // 1-2 // બાલ-અજ્ઞાની વેષને જુએ છે, મધ્યમબુદ્ધિ આચારને વિચાર કરે છે અને પંડિત સ યત્નથી આગમન તત્વની પરીક્ષા કરે છે. ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે न वि मुंडिएण समणो न ओंकारेण बंभणो / न मुणी रण्णवासेन कुसचीरेण तावसो॥ समयाए समणो होइ बंभचेरेण बंभणो। नाणेण मुणी होइ तवसा होइ तावसो // અધ્યયન 25, 26-32 માથે મુંડન કરવાથી શ્રમણ કહેવાતું નથી, કારને જાપ કરવાથી બ્રાહ્મણ થતું નથી, અરણ્યમાં રહેવાથી મુનિ કહેવાતું નથી અને ડાભના વસ્ત્ર વડે તાપસ થતું નથી. પરંતુ સમભાવથી શ્રમણ થાય છે, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ કહેવાય છે, જ્ઞાનથી મુનિ અને તપ કરવાથી તાપસ કહેવાય છે.” એથી “ગાથા સામાજી” “સામાયિક તે આત્મા છે” ઇત્યાદિ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે. તેથી આત્મજ્ઞાન, આત્મામાં રમણ, આત્મામાં સ્થિરતા અને આત્માના અનુભવમાં લીન થયેલા મુનિઓ દીનતા રહિત હોય છે.