________________ રાનસાર 30 કરે છે. પરંતુ યથાર્થ સ્વાદુવાદરૂપે સ્વ-પરભાવને જાણ "વામાં જેની દષ્ટિ છે એવા સ્વરૂપના અનુભવમાં મગ્ન થયેલા તત્વજ્ઞાની ભ્રમની છાયામાં સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી સૂતા નથી. પૂર્વ કર્મના ઉદયથી તેમાં વર્તતા હોય તે પણ તપાવેલી લેઢાની શિલા ઉપર પગ મૂકવાની પેઠે શંકાસહિત અને સંકેચસહિત “આ દુઃખરૂપ જ છે એમ જાણતા નિર્વેદ પામે છે. કહ્યું છે કે - "एए विसया इट्ठा तत्तो विन्नूण मिच्छदिट्ठीणं / विन्नाइयतत्ताणं दुहमूला दुहफला चेव // जह चम्मकरो चम्मस्स गंधं नो णायइ फले लुद्धो। तह विसयासी जीवा विसये दुक्खं न जाणंति // सम्मदिट्ठी जीवो तत्तरुई आयभावरमणपरो। विसए भुजतो वि हु नो रजइ नो वि मजेइ" // તેથી જાણતા એવા મિથ્યાષ્ટિને એ વિષય પ્રિય લાગે છે, પણ તત્ત્વજ્ઞાનીને દુઃખ છે મૂળ જેનું એવા અને દુઃખરૂપ ફળ દેનારા લાગે છે. જેમ ફળની પ્રાપ્તિમાં આસક્ત થયેલ ચમાર ચામડાની ગધને ગણતે નથી, તેમ વિષયની ઈચ્છાવાળા જ વિષયને દુઃખરૂપ ગણતા નથી. તત્ત્વની રુચિવાળે અને આત્મસ્વભાવમાં રમણ કરનારે સમ્યગ્દષ્ટિ જીવ વિષયોને ભેગવવા છતાં તેમાં રક્ત થતું નથી, તેમ મગ્ન પણ થતો નથી”. માટે બાહ્ય ભાવનું અવલમ્બન કરનારી ચેતના દૂર