________________ તત્વષિ અપક જ્ઞાન રહિત જગતના જનેએ કરેલી સ્તુતિના પૂરથી જેના કાન ભરાઈ ગયા છે એવા જીવને તત્વદષ્ટિ સિવાય પિતાના અભિમાનને ત્યાગ થઈ શકતો નથી, માટે તત્વદષ્ટિ પ્રાપ્ત કરવા ગ્ય છે. તત્વ એટલે વસ્તુનું સ્વરૂપ, જેમ જીવમાં જીવપણું એટલે અનન્ત ચિતન્યસ્વરૂપ તે તત્વ. અજીવમાં અજીવનું સ્વરૂપ અચેતનપણું તે તત્વ. યથાર્થ સ્વાદવાદને અનુસરીને જાણેલું જીવાદિ પદાર્થનું સ્વરૂપ તે તત્વ. તેમાં પણ પોતપોતાના સ્થાને ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશ અને જીવનું તત્ત્વપણું છે, તે પણ મારું પિતાનું જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અનન્ત આનંદરૂપ, અસંખ્ય ખ્યાતા પ્રદેશમાં રહેલ અનન્ત જ્ઞાનાદિ પર્યાયોના પરિણમથી થયેલ ઉત્પાદ, વ્યય અને ધ્રુવતારૂપ પદ્ગણ હાનિવૃદ્ધિરૂપે પરિણમેલ અગુરુલઘુરૂપ, પારમાર્થિક એકાતિક (નિયત) અને આત્યંતિક (શાશ્વત) નિરતિશય, બાધા રહિત, મોક્ષરૂપ સ્વરૂપ છે તે સ્વતત્ત્વ છે. તેમાં દષ્ટિ એટલે દશન–શ્રદ્ધાથી જેવું, તત્વાવલોકન કે યથાર્થ અવબોધ સહિત શ્રદ્ધાની દૃષ્ટિ તે તત્ત્વદષ્ટિ. તે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી ચાર પ્રકારે છે, તેમાં તત્ત્વદષ્ટિ એવા નામથી કેઈને બોલાવાય તે નામતત્વદષ્ટિ. તત્વદષ્ટિની વિચારણા કરવામાં સ્થિરચિત્તવાળા અને મુદ્રાવાસાદિનું અવલંબન કરનારને સ્થાપનાતત્ત્વદષ્ટિ, સંવેદન જ્ઞાનવડે જુદા જુદા તવને વિવેક કરનારને દ્રવ્યતત્વષ્ટિ અને અનુભવરૂપ સ્પર્શજ્ઞાનમાં નિમગ્નચિત્તવાળાને ભાવતત્ત્વદષ્ટિ હોય છે. પ્રથમના ચાર ન સંવેદના જ્ઞાન સુધી પ્રવર્તે છે. છેલ્લા ત્રણ નયની અપેક્ષાએ સ્પર્શજ્ઞાનરૂપ સમ્યગ્દર્શન