________________ 258 માધ્યસ્થાષ્ટક વકતાને ત્યાગ કરી સરલ-વર્તમાન વસ્તુને સ્વીકાર કરનાર, અથવા સુતાર જેમ સીધું સૂતર છાંટે છે તેમ સરલ છે શ્રુત-સિદ્ધાંતમર્યાદા જેની તે જુસૂત્ર નય કહેવાય છે. કારણ કે તે ભૂત અને ભવિષ્ય વસ્તુને ત્યાગ કરી વર્તમાન કાળની મર્યાદા સહિત હોવાથી પદાર્થની વર્તમાન અવસ્થાને અનુસરે છે. તે ભાવના પ્રકારરૂપ અતીત અને અનાગત વસ્તુના પરિત્યાગના વિષયમાં પ્રવૃત્ત થયેલ છે, તથા સર્વ પ્રકારના ભેદની કલ્પના રહિત અત્યન્ત મૂઢ સંગ્રહના આગ્રહથી મુક્ત ન હોવાને લીધે પગ વિનાના લંગડા માણસને ગરુડના જેવા વેગવાળા કહેવાની પેઠે વ્યવહાર નયનું અયથાર્થપણું માનતો જુસૂત્ર વર્તમાન ક્ષણસ્થાયી પારમાર્થિક વસ્તુનું સ્થાપન કરે છે. તેના મતે ભૂત અને ભવિષ્ય વસ્તુને સ્વીકાર કરે તે ગધેડાને શિગડા માનવા બરાબર છે. બળી ગયેલ, મરી ગયેલ કે નાશ પામેલ પદાર્થ કેઈને વિશ્વાસપાત્ર નથી. અઘટાદિ લક્ષણવાળી માટી વગેરેથી અભિન્ન હોવાથી ઘટાદિ કરવાના કાળે પણ ઘટાદિ નહિ થાય. એક જ માટીરૂપ દ્રવ્ય અન્ય પ્રકારે વર્તે છે એમ ન કહેવું. ત્યારે શું કહેવું? અન્ય જ દ્રવ્ય કહેવું. કારણ કે તેની ભિન્ન પ્રતીતિ થવાથી અન્ય પ્રકારે ઉત્પન્ન થાય છે. તેથી પિંડાદિની ક્રિયા કરવાના સમયે કુંભાર તરીકે વ્યવહાર થતું નથી. જે અન્ય વસ્તુ કરતા હોય અને અન્યને કર્તા કહેવાય તે પટાદિ કરવામાં પ્રવૃત્ત થયેલે પટાદિ સિવાય અન્ય કુંભાદિ વિજ્ઞાનની પરિકૃતિ રહિત કુંભાર કહેવાય અને તેથી બધા લેકવ્યવહારને ઉછેર થાય, માટે અતીત અને અનાગત અંશ