________________ જ્ઞાનસાર 257 માત્ર ભાવરૂપે વ્યક્ત થાય, એટલે સર્વ ઘટપટાદિ વિશેષ વ્યવહારથી પ્રગટ થયેલે ભાવ જ તે તે ઘટપટાદિરૂપે વ્યક્ત થાય તે ઘટાદિ કઈ પણ વ્યક્તિનું શ્રવણ કરતાં સર્વ પ્રકારના ભેદરૂપ ભાવની પ્રતીતિ થાય અને તેથી ઘટ, પટ અને પાણી વગેરે સર્વ ભાવની પ્રતીતિ થતાં કઈ પણ નિશ્ચય નહિ થાય. તથા ઉપદેશ, કિયા, ઉપગ અને મેક્ષની વ્યવસ્થા વગેરેને અભાવ સિદ્ધ થવાથી બધા વ્યવહારને ઉચછેદ થાય. વળી સર્વ વિશેને સ્વીકાર ન કરવામાં આવે તે તેને નિમિત્તે ભવનને (સત્તાને) અભાવ થવાથી પદાર્થને પણ અભાવ થાય. વિશેષતાના અભાવથી, અભેદ હેવાથી અને નિરૂપણ ન થઈ શકે તેમ હોવાથી ઈત્યાદિ કારણે ગધેડાના શિંગડાની પેઠે પદાર્થને જ અભાવ થાય. જ્યારે વ્યવહાર પ્રાપ્ત સામાન્યના આશ્રયભૂત દ્રવ્ય પૃથિવી અને ઘટાદિ રૂપે કહેવાય છે ત્યારે જ ત્રણ લેકમાં અભિન્ન સ્વરૂપવાળું, સતત, અવસ્થિત અને જેણે પિતાના સામાન્યને ત્યાગ નથી કર્યો એવું દ્રવ્ય મહાસામાન્યને ત્યાગ કરીને વ્યવહાર માર્ગમાં આવે છે. આવા પ્રકારના વ્યવહારનયને સ્વીકાર કરવાથી વર્ણાશ્રમ સાથે સંબન્ધ ધરાવતા યમ, નિયમ, ગમ્ય, અગમ્ય અને ભેજનાદિની વ્યવસ્થા ઘટી શકે છે. તથા કુંભાર વગેરેની માટીનું લાવવું, અવમર્દન (પલાળીને ખુંદવું), શિવક (મુસ્પિડ ), સ્થાસક વગેરે કરવાની પ્રવૃત્તિમાં વેતન (મૂલ્ય) આપવાનું સફળપણું છે. વ્યવહારને નહિ હોવાથી આકાશકમળ વગેરેની પેઠે બાકીની અવસ્તુ છે. બાજુ-અતીત અને અનાગત વસ્તુના સ્વીકારરૂપ 17