________________ જ્ઞાનસાર 255 અત્યંત ભિન્ન વિશેષરૂપે વ્યવહાર કરે છે. જેમકે પરમાણુમાં રહેલા વિશે. તથા સર્વ ગેપિંડમાં ત્વાદિની અનુવૃત્તિરૂપ અને અશ્વાદિની વ્યાવૃત્તિ સ્વરૂપ સામાન્ય વિશેષરૂપે પણ વ્યવહાર કરે છે. જેમકે સર્વ જાતની ગાયમાં “ગોત્વ છે એ બંધ થાય છે. લેકે ઉપર કહેલા બધા પ્રકારે વ્યવહાર કરે છે તેમ નિગમ પણ સામાન્ય, વિશેષ અને સામાન્ય વિશેષરૂપે વ્યવહાર કરે છે. આગમમાં વસતિ અને પ્રસ્થકના દષ્ટાન્તથી નૈગમ નયને વિચાર કરેલ છે. તે નય વૈશિષિક દર્શનના સિદ્ધાન્તનું મૂલ કારણ છે. નગમ નય અંશગ્રાહી અને સંકલ્પગ્રાહી એમ બે પ્રકારે છે. અંશગ્રાહી નૈગમ વસતિના દષ્ટાન્તથી અને સંકલ્પગ્રાહી પ્રસ્થકના દાતથી જાણવો. પ્રસ્થ (લાકડાનું મા૫) બનાવવા માટે લાકડું લેવા જનાર માણસને કેઈ પૂછે કે “તું કયાં જાય છે ત્યારે તે પ્રસ્થના સંકલ્પથી થાય છે માટે પ્રસ્થ માટે જઉં છું” એમ ઉત્તર આપે છે. તે સત્, અસત, મેગ્યતા, ભૂતપૂર્વના આરેપથી તથા અતીત, અનાગત અને વર્તમાન સંબન્ધી આરપાદિના ભેદથી અનેક પ્રકારે છે. જેમકે કોઈ રાજા પદભ્રષ્ટ થયો હોય તે પણ ભૂતપૂર્વ નગમ નયથી રાજા કહેવાય છે. રાજકુમાર રાજા નહિ હોવા છતાં રાજા થવાની યોગ્યતાવાળે છે માટે તે રાજા કહેવાય છે. તે નિગમનયની પ્રવૃત્તિ નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપને વિષે છે. તે અંશના જ્ઞાનમાં સંપૂર્ણ વસ્તુને આરે૫ કરે છે. બીજા નને નિષેધ ન કરતાં તેની અપેક્ષા રાખે છે તે નૈગમ નય સુનય કહેવાય છે.