________________ 254 માયાષ્ટક "तम्हा सव्वे वि नया मिच्छादिट्टी सपक्खपडिबद्धा। अबोननिस्सिया उण हवंति संमत्तसम्भावा" || सन्मति कां. 1 गा० 21 “તેથી માત્ર પોતપોતાના પક્ષમાં લાગેલા બધા ન મિથ્યાષ્ટિ છે, પરંતુ એ જ બધા ને પરસ્પર સાપેક્ષ હોય તે સમ્યગરૂપ થાય છે.” તે ન સાત પ્રકારના છે. 1 નૈગમ, 2 સંગ્રહ, 3 વ્યવહાર, 4 જુસૂત્ર, 5 શબ્દ, 6 સમભિરૂઢ અને 7 એવંભૂત. તેમાં પ્રથમના ચાર નો દ્રવ્યાર્થિક છે અને છેલ્લા ત્રણ નો પર્યાયાર્થિક છે, એમ પૂજ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણને અભિપ્રાય છે. સિદ્ધસેન દિવાકર પ્રથમના ત્રણ નયને દ્રવ્યાર્થિક અને છેલ્લા ચાર અને પર્યાયાર્થિક માને છે. તેમાં જે “નિશ્ચિત્તે જાણી શકાય તે નિગમે એટલે લૌકિક અર્થો, તેમાં થયેલ જે અધ્યવસાય-જ્ઞાનને અંશ. એટલે લૌકિક અર્થને ગ્રહણ કરનાર જ્ઞાનાંશ તે નિગમ. તે સામાન્ય બુદ્ધિનું કારણ અને સામાન્ય વચનનું કારણ સામાન્યથી પણ વ્યવહાર કરે છે, વિશેષરૂપે અત્યન્ત ભિન્ન પદાર્થો હોવા છતાં સત્તામાત્રની અપેક્ષાએ તેમાં સામાન્ય બુદ્ધિરૂપ ચેતના તેઓને એકરૂપે સ્વીકારે છે. જેમકે અશોક વનાદિમાં અનેક જાતિનાં વૃક્ષ હોવા છતાં વનસ્પતિરૂપ સામાન્ય હેવાથી “આ વન છે' એ સામાન્યરૂપ બાધ થાય છે. સામાન્ય વચનનું કારણ પણ સામાન્ય છે. જેમકે જીવ અને અજીવના ભેદ રહિત દ્રવ્ય કહેવાય છે. વિશેષ બુદ્ધિ અને વિશેષ વચનના કારણરૂપ ચેતના સામાન્યથી