________________ જ્ઞાનસાર 233 દેહાત્માદિ ભેદપરિજ્ઞાન-આત્માની એકતાને નિશ્ચય કેટિ જન્મો વડે પણ અત્યન્ત દુર્લભ છે. સંસારમાં બધા ય લવસ્થ જીવ શરીર અને આત્માના અભેદની વાસનાથી વાસિત જ છે, ભેદજ્ઞાનીકેઇક જ હોય છે. સમયપ્રાકૃતમાં "सुदपरिचिताणुभूता सव्वस्स वि कामभोगबंधकहा। एगसस्सुवलंभो गवरि ण सुलभो विभत्तस्स" // समयसार गा० 4. સર્વ જીવોને પણ કામગના બન્ધની કથા સાંભનવામાં આવી છે, પરિચયમાં આવી છે અને અનુભવમાં આવેલી છે, તેથી સુલભ છે. પરંતુ વિભક્ત-શરીરાદિથી ભિન્ન એવા આત્માની એકતા સાંભળવામાં આવી નથી, પરિચયમાં આવી નથી અને અનુભવમાં આવી નથી, તેથી સુલભ નથી” આત્મા ત્રણ પ્રકારે છે–બાહ્યાભા, અન્તરાત્મા અને પરમાત્મા. જેને શરીર, મન અને વચનાદિમાં આત્મપણાની બુદ્ધિ છે, “શરીર જ આત્મા છે' એમ જેને સર્વ પૌગલિક પ્રવૃત્તિમાં આત્મપણાની બુદ્ધિ છે તે બહિરાત્મા છે અને તે મિથ્યાદષ્ટિ છે. કર્મ સહિત અવસ્થામાં પણ જ્ઞાનાદિ ઉપગવાળા, શુદ્ધચૈતન્ય લક્ષણયુક્ત, મડાનન્દસ્વરૂપ, નિર્વિકાર, અમૃત, અવ્યાબાધરૂપ અને સમસ્ત પરભાવથી મુક્ત થયેલા આત્મામાં આત્મપણાની બુદ્ધિ તે અન્તરાત્મા, સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી ક્ષીણમેહ ગુણસ્થાનક સુધી અન્તરાત્મા કહેવાય છે. જે સર્વ કમથી મુક્ત, કેવલજ્ઞાન-દર્શન નના ઉપગવાળા શુદ્ધ સિદ્ધ સ્વરૂપ છે તે પરમાત્મા