________________ ખાનસાર 227, કરવા યોગ્ય દોષવાળા) અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારને આપનાર શ્રમણોપાસકને (શ્રાવકને) શે લાભ થાય? હે ગૌતમ ! તેને ઘણી નિર્જરા થાય અને તે ઘણું ડું પાપ કર્મ બાંધે. એ સંબધે ભગવતીસૂત્રની ટીકામાં કહ્યું છે-“અહીં કેટલાએક આચાર્યો માને છે કે નિર્વાહ ન થતું હોય ઈત્યાદિ કારણે અપ્રાસુકાદિ દોષવાળા આહારાદિ દાનમાં આપનારને ઘણી નિર્જરા થાય છે, પણ વિના કારણે આપવામાં આવે છે તેમ થતું નથી. કહ્યું છે કે-“નિર્વાહ થત હોય ત્યારે અશુદ્ધ આહારાદિ આપનાર અને લેનાર બન્નેને અહિતકારક થાય છે, પણ નિર્વાહ ન થતો હોય ત્યારે રોગીના દાક્તથી આપનાર અને લેનાર બનેના હિત માટે થાય છે.” બીજા આચાર્યો તે આ પ્રમાણે કહે છે–કારણવશે ગુણવાન પાત્રને અપ્રાસુકાદિ આહાર આપવામાં આવે તે પણ પરિણામની વિશુદ્ધિને લીધે ઘણું નિર્જરા થાય છે અને ઘણે થોડો પાપકર્મને બધે થાય છે. કારણ કે સૂત્રમાં નિવિશેષતા હોવાથી અને પરિણામની પ્રધાનતા હોવાથી ઉપરનું કથન છે. કહ્યું છે કે - "परमरहस्समिसीचं समत्तगणिपिडगधरियसाराणं / परिणामियं पमाणं निच्छयमवलंबमाणाणं" // “સમસ્ત દ્વાદશાંગીને સાર જાણનારા નષિઓનું પરમ રહસ્ય છે કે નિશ્ચયનું અવલંબન કરનારને પરિણામ જ પ્રમાણભૂત છે,