________________ સાનસાર ર૫ પરસ્પર મળેલા–એક ક્ષેત્રરૂપ આશ્રયમાં રહેલા અને પિતાના ક્ષેત્રમાં પરિણામ પામતાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્યના એક બીજાના સ્વરૂપમાં નહિ પ્રવેશ કરવારૂપ ભેદને ચમત્કાર વિદ્વાન વડે અનુભવાય છે એટલે પંડિતે તેને “સ્વરૂપથી ભિન્ન છે એમ જાણે છે. તે બધાં દ્રવ્ય એક ક્ષેત્રમાં રહેલાં હોવા છતાં પરસ્પર એક બીજાની ક્રિયા કરતા નથી, પણ પિતાની જ ક્રિયા કરે છે, તેથી જુદાં જ છે. એ ભેદને ચમત્કાર જ્ઞાનમાત્ર પરિણામથી એટલે જ્ઞાન માત્રના બળથી વિદ્વાન અનુભવે છે. એક ક્ષેત્રમાં રહેલા પંચાસ્તિકાયે અગુરુલઘુ વગેરે સાધારણ ગુણોથી સમાન હોવા છતાં ગતિ, સ્થિતિ, અવકાશ, ચેતના અને પૂરણગલનાદિ લક્ષણરૂપ અસાધારણ ધર્મો વડે ભિન્ન છે. આત્માની અશુદ્ધ ગ્રાહકતા વડે ગ્રહણ કરેલા પુદ્ગલોમાં પણ આત્માના ગુણને પ્રવેશ થતો નથી, તેમ આત્મામાં પુદ્ગલના ગુણોને પ્રવેશ થતું નથી. આ ભેદને ચમત્કાર ભિન્ન દ્રવ્ય અને સજાતીય દ્રવ્યમાં જાણ. એક દ્રવ્યને આશ્રયી રહેલા ગુણ-પર્યાય આધારાધેયભાવરૂપે અભિન્ન હોવા છતાં સ્વસ્વધર્મના પરિણામરૂપે ભિન્ન છે. એમ દ્રવ્યથી દ્રવ્યને, ગુણથી ગુણને અને પર્યાયથી પર્યાયને સ્વભાવભેદરૂપ ચમકાર પંડિતે અનુભવે છે દ્રવ્યાનુયેગના જ્ઞાનરહિત બીજે કઈ અનુભવતું નથી. સન્મતિતર્કમાં કહ્યું છે કે “દૂધ અને પાણીની પેઠે પરસ્પર મળેલા જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં આ અને તે એ વિભાગ કરે અશક્ય છે. જેટલા વિશેષ પર્યાયો છે તે બન્નેના છે. એટલે પુદ્ગલના પર્યાય છે તે જીવના છે અને જીવના પર્યાય છે તે પુદ્ગલના 15