________________ જ્ઞાનસાર 197 પર્યાયરૂપે, નિમિત્ત, ઉપાદાન, કાર્યકારણભાવ, ઉત્સર્ગ અને અપવાદની પદ્ધતિથી જાણે છે તે તત્ત્વને જાણનાર મુનિ છે, એમ તીર્થંકર-ગણધરેએ કહેલ છે. નિર્ગસ્થ મુનિને સ્વભાવધર્મ તે મુનિ પણું. તે જ સમ્યક્તત્વ છે. જે પ્રકારે જાણેલું છે તેવા પ્રકારનું આચરણ તે સમ્યકત્વ અને એ જ મુનિપણું છે. અથવા મુનિ પણું એ સમ્યકત્વ જ છે. અહીં જે શુદ્ધ શ્રદ્ધા વડે નિર્ધારિત આત્મસ્વભાવમાં રહેવું તે ચારિત્ર. સમ્યગ્દર્શન વડે જેનો નિર્ણય કરેલો છે અને સમ્યજ્ઞાન વડે જેને પગલાદિથી ભિન્નરૂપે જાણેલ છે તે આત્મસ્વરૂપનું ઉપાદેયપણું છે, તેમાં તે પ્રકારે રમણ કરવું તે ચારિત્ર કે મુનિ પણું છે. માટે સમ્યફ શ્રદ્ધા વડે નિર્ધારિત આત્મસ્વરૂપને પ્રકટ કરવું તે એવભૂત નયથી સમ્યકત્વ છે અને એવભૂત નયથી મુનિપણું છે. એ સમ્યકત્વ અને મૌનનું યથાર્થ સ્વરૂપ છે. એમ જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી પ્રાપ્ત થયેલ સ્વરૂપ જ એ પ્રમાણે કાર્યસાધક છે, તેથી સમ્યકત્વ અને મુનિપણું અભેદરૂપ છે. ચોથા ગુણસ્થાનકમાં રહેલા સમ્યગ્દષ્ટિઓને જે સાધ્યરૂપે નિર્ધારિત છે તે પ્રમાણે મુનિભાવમાં પ્રવૃત્તિ કરતાં સિદ્ધ અવસ્થામાં સ્વરૂપની વ્યક્તિ (આવિર્ભાવ) થાય છે. એથી શુદ્ધ સિદ્ધપણને નિર્ધાર તે સમ્યકત્વ છે. આચારાંગસૂત્રમાં કહ્યું છે કે “સમ્યકત્વ જ મુનિ પણું છે અને જે મુનિ પણું છે તે સમ્યકત્વ જ છે. તે મુનિ પણાનું આચરણ, શિથિલ, આદ્ર (ગી), શબ્દાદિ વિષએમાં આસક્ત, વક આચારવાળા, પ્રમત્ત અને ગૃહસ્થ ધમીને શકય નથી. મુનિ મુનિભાવને સ્વીકારીને કામણ